________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન
જઈએ, પછી મલાઈ ખાવા જઈએ અને પછી એમની સાથે એમના સમવયસ્ક મિત્ર હીરાલાલભાઈને મળવા એમના ઘરે જઈએ. ત્યારથી હીરાલાલભાઈ સાથે મારો પરિચય વધ્યો હતો. આ પરિચય વધુ ગાઢ થયો ૧૯૬૩-૬૪માં, પ્રાકૃત ‘કુવલયમાળા' ગ્રંથના નિમિત્તે. પ.પૂ. આનંદસાગરસૂરિસાગરજી મહારાજના એક શિષ્ય પૂ. શ્રી હેમસાગરસૂરિએ ઉદ્યોતનસૂરિષ્કૃત પ્રાકૃત ‘કુવલમાળા’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. મૂળ ગાથાઓ, વાક્યો પ્રમાણે અનુવાદ બરાબર થયો છે કે નહિ તથા ગુજરાતી ભાષા, વાક્યરચના વગેરેની દૃષ્ટિએ બરાબર છે કે નહિ એ સળંગ તપાસી આપવાનું કામ એમણે મને સોંપ્યું હતું. મુંબઈમાં તેઓ હતા ત્યારે કામ ચાલુ કરેલું. પછી એમનું ચાતુર્માસ સૂરતમાં હતું. એ વખતે ત્યાં ગોપીપુરામાં નેમુભાઈની વાડીના ઉપાશ્રયે ચાતુર્માસ દરમિયાન હું જતો અને ચારપાંચ દિવસ રોકાતો. આ ગ્રંથની પ્રસ્તાવના લખી આપવાનું મહારાજશ્રીએ હીરાલાલભાઈને સોંપેલું, એટલે હું જ્યારે જ્યારે સૂરત જાઉં ત્યારે ત્યારે હીરાલાલભાઈને રોજેરોજ મળવાનું થતું. આ ગ્રંથના નિમિત્તે અને સમાન રસ લીધે અમારો પરસ્પર પરિચય ઘણો ગાઢ થયો હતો. તેઓ ત્યારે ગોપીપુરામાં કાયસ્થ મહોલ્લામાં રહેતા હતા.
હીરાલાલભાઈનો જન્મ ૨૮મી જુલાઈ ૧૮૯૪ના રોજ (વિ.સં. ૧૯૫૦ના અષાઢ વદ અગિયારના દિવસે) સૂરતમાં થયો હતો. એમના પિતાનું નામ રસિકદાસ અને માતાનું નામ ચંદાગૌરી હતું. તેઓ સૂરતમાં ત્યારે નાણાવટમાં રહેતા હતા.
૩૪૫
રસિકદાસને પાંચ સંતાનો હતાં, ત્રણ દીકરા અને બે દીકરી. એમાં સૌથી મોટા તે હીરાલાલ. બીજા બે દીકરા તે મણિલાલ અને ખુશમનભાઈ. બે દીકરીઓ તે નયનસુખ અને શાન્તાબહેન. રસિકદાસનાં પાંચે સંતાનો બહુ તેજસ્વી હતાં.
સદ્દભાગ્યે હીરાલાલભાઈની જન્મકુંડળી એમનાં સ્વજનો પાસેથી મળી છે. ભવિષ્યમાં કોઈને આ કુંડળીના આધારે એમના જીવનનો અભ્યાસ કરવો હોય તો તે ઉપયોગી થઈ શકે એ આશયથી એક દસ્તાવેજી માહિતી તરીકે આ કુંડળી આપી છે. હીરાલાલભાઈનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org