________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન નવા વિષયો માટે, તૈયાર કરેલી ટાંચણ-યાદી પણ હોય જ.
હીરાલાલભાઈએ સાડા છ દાયકાના લેખનકાર્ય દ્વારા, વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. એમાં વૈવિધ્ય પાર વિનાનું છે. તેઓ પોતે જ “હીરક-સાહિત્યવિહાર' નામની પોતાની પુસ્તિકામાં જણાવે છે કે “ગણિત જેવો શુષ્ક વિષય પણ મને તો ખૂબ રસપ્રદ જણાયો છે. એટલે જ્ઞાનની કોઈ પણ શાખા પ્રત્યે મને અરુચિ થવા પામી નથી. આને લીધે મારો વિદ્યાવ્યાસંગ કોઈ એક જ દિશા કે ક્ષેત્ર પૂરતો પરિમિત બન્યો નથી. આથી કરીને હું આજે પણ જાતજાતના વિષય પર લેખ લખવા લલચાઉં છું.'
હીરાલાલભાઈએ પોતાની લેખનપ્રવૃત્તિ, ૧૯૨૦ના ગાળામાં શરૂ કરી દીધી હતી. એમણે સંસ્કૃત, અર્ધમાગધી, ગુજરાતી અને અંગ્રેજી એમ ચાર ભાષામાં, કાવ્યો, સમશ્લોકી પદ્યાનુવાદો, ગદ્યાનુવાદો, સંપાદન, સંશોધન, જીવનચરિત્ર, ઇતિહાસ, નિબંધ, કથા, સૂચિપત્ર ઇત્યાદિ પ્રકારનું પુષ્કળ લેખનકાર્ય કર્યું છે.
એમણે ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કેળવણી, લિપિશાસ્ત્ર, વ્યાકરણ, કોશ, ભાષાવિજ્ઞાન, છન્દ્રશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સંગીત, ગણિત, જયોતિષ, પાકશાસ્ત્ર, વૈદક, પ્રાણીશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, સમાજરચના, વસ્ત્રાલંકાર, રમતગમત, રીતરિવાજો, પર્વો, પક્ષીઓ, લોકસાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, સદાચાર વગેરે અનેક વિષયો ઉપર પોતાની કલમ ચલાવી છે અને એક હજારથી વધુ લેખો આપણને આપ્યા છે. એમના જમાનામાં ઝેરોક્ષની શોધ નહોતી થઈ અને કાર્બન કોપી કરવામાં વાર ઘણી લાગતી. એટલે પોતાના લેખો છાપવા માટે મોકલાવ્યા પછી, એની નકલ પોતાની પાસે રહેતી નહિ. એમના કેટલાયે લેખો છપાયા નથી અને પાછા આવ્યા પણ નથી. એમના છપાયેલા લેખોની યાદી “હીરક-સાહિત્ય-વિહાર'માં જે છપાઈ છે તેના ઉપર નજર ફેરવતાં જ ખ્યાલ આવે છે કે હીરાલાલભાઈ પાસે કેટકેટલા વિષયો પર અધિકૃત જાણકારી હતી. વિવિધ પ્રકારની માહિતીનો તેઓ જાણે ખજાનો ધરાવતા હતા. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો કંઈક નવું જ જાણવા મળે.
હીરાલાલભાઈના ઘણા લેખો “ગુજરાત મિત્ર', “પ્રતાપ”, “સાંજ વર્તમાન વગેરે દૈનિકોમાં છપાયા છે. તદુપરાંત “જૈન ધર્મ-પ્રકાશ', “જૈન”,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org