________________
સ્વ. માનભાઈ ભટ્ટ
૩૭૩
ચડ્ડી માટે પણ રસિક ઘટના રહેલી છે. આઝાદી પહેલાંના દિવસોમાં એક વખત એક હાઈસ્કૂલમાં સભામાં એમણે ભલામણ કરી કે બધા વિદ્યાર્થીઓએ એકસરખો પહેરવેશ પહેરવો જોઈએ અને એ પહેરવેશ તે ખમીસ અને અડધી ચડ્ડીનો હોવો જોઈએ. એ વખતે શાળામાં પેન્ટ પહેરીને આવનાર ઘણા વિદ્યાર્થીઓએ આ દરખાસ્તનો વિરોધ કર્યો અને કેટલાકે માનભાઈને કહ્યું, ‘પહેલાં તમે અડધી ચડ્ડી પહેરતા થાઓ અને પછી અમને કહો.’ આ વાત માનભાઈને સચોટ રીતે લાગી ગઈ. એમાં રોષ નહોતો, સચ્ચાઈ હતી. બીજા દિવસથી એમણે બાંડિયું અને અડધી ચડ્ડીનો વેશ સ્વીકારી લીધો અને તે જીવનની અંતિમ ક્ષણ સુધી રહ્યો.
સાઇકલ એ માનભાઈનો મોટો સાથીદાર. જ્યાં જવું હોય ત્યાં સાઇકલ ઉપર નીકળી પડતા હતા. રોજના દસબાર કિલોમીટર ફરવાનું થાય. એક કાળે સૌથી વધુ સાઇકલ ધરાવનારાં શહેરોમાં પૂના, અમદાવાદની જેમ ભાવનગરની ગણના થતી. તેમાં પણ ભાવનગરમાં વસ્તીના પ્રમાણમાં સાઇકલની સરેરાશ વધારે. સાઇકલ એટલે અલ્પતમ નિભાવખર્ચવાળું બધાંને પોસાય એવું વાહન. (દુનિયામાં સૌથી વધુ સાઇકલો ચીનમાં છે.) માનભાઈએ કિશોરાવસ્થાથી સાઇકલ ૫૨ જવા-આવવાનું ચાલુ કરેલું તે ૮૮ વર્ષની વૃધ્ધાવસ્થા સુધી ચલાવ્યું. એક વખત, ભાવનગરના શ્રી મહેન્દ્ર મેઘાણીને કોઈએ કહ્યું કે ‘તમે હવે સાઇકલને બદલે મોટરસાઇકલ કે સ્કૂટર ચલાવો તો ?' ત્યારે એમણે કહેલું કે ‘જ્યાં સુધી મારાથી લગભગ દોઢ દાયકા મોટા પૂજ્ય માનભાઈ સાઇકલ ચલાવે છે ત્યાં સુધી મારાથી મોટરસાઇકલ ચલાવી ન શકાય.' માનભાઈના સાદાઈ અને કરકસરભર્યા નિરભિમાની જીવનનો પ્રભાવ કેટલો બધો હતો અને બધાંને એમના પ્રત્યે કેટલો બધો આદરભાવ હતો તે આના પરથી જોઈ શકાશે.
સ્વ. માનભાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૮ના ઑગસ્ટની ૨૮મી તારીખે તળાજામાં થયો હતો. એમના પિતા નરભેશંકર ભટ્ટ રાજ્યની નોકરીમાં ફોજદાર તરીકે કામ કરતા. માતાનું નામ માણેકબા. માનભાઈએ પાંચ વર્ષની વયે માતા ગુમાવી અને ભાવનગરમાં દાદાજી અંબાશંકર ભટ્ટ પાસે ઊછર્યા. દાદાજીએ માનભાઈ અને બીજાં ભાઈબહેનોને સ્વાશ્રયી બનતાં શીખવ્યું. નાની ઉંમરે રાંધતાં, કૂવેથી માથે પાણી લાવતાં, ગાર કરી લીંપણ કરતાં, ચૂનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org