________________
સ્વ. માનભાઈ ભટ્ટ
૩૭૯ એમની સંભાળ રાખતા અને એમની દોરવણી પ્રમાણે ભાવનગરમાં લોકસેવાનું કાર્ય કરતા. ઠક્કર બાપાનો પ્રભાવ માનભાઈ ઉપર ઘણો પડ્યો હતો અને ઠક્કર બાપાએ શિશુવિહારને પોતાની બચતમાંથી સારી આર્થિક સહાય કરેલી.
દેશને સ્વતંત્રતા મળ્યા પછી સૌરાષ્ટ્રમાં સરકાર થઈ અને ઢેબરભાઈ એના મુખ્ય પ્રધાન થયા ત્યારે માનભાઈને સરકારમાં મજૂર ખાતાના પ્રધાન થવા માટે ઓફર થઈ હતી. પરંતુ રાજકારણમાં માનભાઈને ફાવે નહિ. એમનો સ્વભાવ સત્યપ્રિય, ન્યાયપ્રિય અને વળી મનસ્વી. એમને એમની રીતે જ કામ કરવાનું ફાવે. તેઓ જરા પણ ખોટું સહન કરી શકે નહિ. એટલે એમણે એ પ્રધાનપદ સ્વીકાર્યું નહિ. એમણે રાજકારણમાં પ્રવેશ કર્યો નહિ, એટલું જ નહિ ત્યાર પછી કેટલેક વખતે ખટપટવાળું મલિન રાજકારણ જોઈને તો એમણે પોતાના ઘરની બહાર બૉર્ડ મૂક્યું હતું : “રાજકારણીઓને પ્રવેશ નથી.' આવું જાહેર બૉર્ડ તો સમગ્ર ભારતમાં માત્ર માનભાઈના ઘરે જ ઘણા વખત સુધી રહ્યું હતું.
શિશુવિહારમાં માનભાઈએ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય-ઘડતર માટે રાત્રિશિબિરોનું આયોજન કર્યું. ત્યારપછી શ્રમ મંદિર, ટેનિકલ વર્ગો, વ્યાયામશાળા, સ્કાઉટ અને ગાઇડ, પુસ્તકાલય, વાચનાલાય, બાળમંદિર, વિનય મંદિર, મહિલા મંડળ, ચિત્રકળા અને સંગીતના વર્ગો, અભિનયકળાના વર્ગો, “શિશુવિહાર' ઇત્યાદિ પત્રિકાઓનું પ્રકાશન, પુસ્તિકાઓનું પ્રકાશન, કવિઓની બુધ સભા, રાઇફલ ક્લબ, રમકડાં ઘર, અતિથિગૃહ, હૃષીકેશની ડિવાઇન લાઇફ સોસાયટી-‘દિવ્ય જીવન સંઘ'ની પ્રવૃત્તિઓનો આરંભ કરી એનું સંચાલન કર્યું. બ્લડ બેન્ક, દાઝેલા લોકો માટેનો અલાયદો “બન્સ વૉર્ડ', ચક્ષુદાન, દેહદાન, શબવાહિની વગેરે બીજી પણ વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ કરાવી અને અન્ય સંસ્થાઓને તે સોંપી દીધી હતી.
શિશુવિહારના ઉપક્રમે આટલી બધી પ્રવૃત્તિઓ ચાલે. એમાં એમના લઘુબંધુ પ્રેમાશંકરભાઈનો પૂરો સહકાર. પરંતુ આટલી બધી પ્રવૃત્તિઓ માટેનું કાર્યાલય ફક્ત એક ઓરડામાં હતું. કાર્યાલય સવારથી સાંજ સુધી બારે માસ ખુલ્લું રહે. રવિવારની કે પર્વ-તહેવારની કોઈ રજા નહિ. કોઈ પણ માણસને “અત્યારે ટાઈમ નથી, પછી આવજો' એવું કહેવાનું નહિ. ધ્યેય હતું બીજાને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org