________________
સ્વ. માનભાઈ ભટ્ટ
૩૮૧ માફી માગીને વચન આપ્યું કે રસ્તા પર પોતે એંઠવાડ નહિ ફેંકે ત્યારે માનભાઈ ઘરે ગયા હતા.
એક વખત શિશુવિહારનો ઝાડુ કાઢવાવાળો બરાબર કામ કરતો નહિ એટલે માનભાઈએ એને છૂટો કર્યો. પછી પેલો બીજા કોઈને આવવા દેતો નહિ એટલે માનભાઈએ જાતે ક્રીડાંગણમાં ઝાડુ કાઢવા માંડ્યું. દરમિયાન એક ભાઈ માનભાઈને મળવા આવ્યા. તેઓ એમને ઓળખી શક્યા નહિ. પછી જયારે ખબર પડી કે વાસીદુ વાળનાર તે પોતે જ માનભાઈ છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
માનભાઈને કામ તરત કરવું ગમે. કોઈને સોંપે તો તે પણ તરત થાય એમ ઇચ્છે. એક વખત એક ભાઈ એમના કાર્યાલયમાં બેઠા હતા. માનભાઈએ એમને કહ્યું, “આટલું જરા કામ કરોને. આ અર્જન્ટ ટપાલ પોસ્ટના ડબ્બામાં નાખી આવોને.” પેલા ભાઈએ ટપાલ લઈને પોતાના થેલામાં મૂકી અને કહ્યું, જતી વખતે નાખતો જઈશ.” માનભાઈએ તરત જ હળવેથી એ ટપાલ પાછી માગી લીધી અને પોતે જઈને ટપાલના ડબ્બામાં નાખી આવ્યા.
માનભાઈ સ્વમાની, ક્યારેક આખાબોલા અને કોઈની શેહમાં ન તણાય એવા હતા. એક વખત સ્વામી શિવાનંદ અધ્વર્યુ ભાવનગર આવેલા અને એમને લઈને ભાવનગરના મહારાજને મહેલમાં મળવા જવાનું હતું. તેઓ બંને ત્યાં પહોંચી ગયા. એમને સ્વાગતખંડમાં બેસાડવામાં આવ્યા. થોડી વારે મહારાજા સિગારેટ પીતા પીતા આવ્યા. માનભાઈએ કડક અવાજે મહારાજાને ઠપકો આપતાં કહ્યું, “આવા સંત મળવા આવે છે અને તમને સિગારેટ પીતાં પીતાં આવો છો તેની શરમ નથી આવતી ?' તરત મહારાજાએ સિગારેટ નાખી દીધી. તેણે માનભાઈને સામો જવાબ ન આપ્યો કે ન અણગમો બતાવ્યો. પછીથી તો જાણે કશું જ બન્યું નથી એવી સહજ રીતે ત્રણેએ વાતો કરી. પાછા ફરતાં ડૉ. શિવાનંદ અધ્વર્યુએ વાત કાઢી ત્યારે માનભાઈએ કહ્યું, “સાચી વાત કહેવામાં શરમ શી? મારે ક્યાં એમની પાસે કશું માંગવું છે. મેં તો રાજની આબરૂ બચાવવા કહ્યું હતું.”
૯૪મા વર્ષે માનભાઈને લાગ્યું હતું કે હવે પોતે વધુ વખત જીવવાનાં નથી. અંતિમ દિવસ પાસે આવી રહ્યો છે એટલે એ માટે પોતે સ્વસ્થ મનથી પૂરેપૂરા તૈયાર અને સજ્જ હતા. પોતે અનંતની યાત્રાએ જઈ રહ્યા છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org