________________
૩૭૬
વંદનીય હૃદયસ્પર્શ દરેક પ્રવૃત્તિ કરકસરથી ચલાવે. પગારદાર નોકરોના કામ કરતાં જાતે કામ કરવામાં ખર્ચ બચે અને કશુંક કર્યાનો સંતોષ થાય. બાવડાં એ જ બજેટ’ એ માનભાઈનું પ્રિય સૂત્ર હતું.
રોજ સાંજે શિશુવિહારના ક્રીડાંગણમાં ખુરશીમાં બેસીને બાળકોને રમતાં, ધીંગામસ્તી કરતાં જોવાં એ માનભાઈની પ્રિય પ્રવૃત્તિ. વળી માનભાઈ નખ કાપવાની કલા પણ સરસ જાણે. વર્ષો સુધી એમનો એક ક્રમ એ રહ્યો કે સાંજે શિશુવિહારના ક્રીડાંગણમાં બેસે અને જે કોઈ બાળક આવે તેના નખ કાપી આપે. કેટલીક વાર મોટાં માણસો પણ નખ કપાવવા આવે. કોઈ માતાને પોતાના નવજાત શિશુના નખ કાપતાં ડર લાગે તો તે માનભાઈ પાસે કપાવી જાય. કોઈ વાર કોઈ બાળક સ્વાભાવિક પૂછે કે “દાદા, નખ કાપવાના કેટલા પૈસા આપવાના ?' ત્યારે કહે કે “દસ આંગળીના દસ પૈસા, પણ અત્યારે આપવાના નહિ, પણ તું મોટો થાય અને જાતે કમાતો થાય અને જો ઇચ્છા થાય તો આ ડબ્બામાં નાખી જવા.'
બાળકોના નખ કાપવા માટેની કાતર પણ માનભાઈએ જાતે બનાવેલી. વસ્તુતઃ પતરાં કાપવા માટેની એ કાતર હતી. પછી એનો ઉપયોગ શરૂ કર્યો નખ કાપવા માટે. ત્રણ દાયકાથી વધુ સમયથી માનભાઈની આ રોજિંદી પ્રવૃત્તિમાં એક લાખ કરતાં વધુ બાળકોના નખ કપાયા હશે. આ કાતર હમેશાં પોતાની સાથે થેલીમાં જ હોય કે જેથી કોઈ બાળક નખ કપાવવા આવે તો કહેવું ન પડે કે અત્યારે નહિ, કાતર નથી.” બાળકોના નખ કાપતી વખતે એમના મનમાં એવી ઉમદા ભાવના રહે કે બાળદેવતાની સેવા કરવાની પોતાને કેવી સરસ તક મળી. બાળકના બધા નખ કપાઈ જાય એટલે પ્રત્યેક બાળકને પોતે પ્રેમથી મસ્તક નમાવી નમસ્કાર કરે. બાળવિકાસ માટેની પ્રવૃત્તિઓમાં માનભાઈની આ પ્રવૃત્તિ અદ્વિતીય હતી. એવી પ્રવૃત્તિ એમને જ સૂઝે.
લોકમતને જાગ્રત કરવા માટે માનભાઈ પાસે પોતાની વૈયક્તિક લાક્ષણિક પદ્ધતિઓ હતી. તેઓ બધાંને દૂરથી પણ વંચાય એવા મોટા અક્ષરે બૉર્ડ લખતા. તેઓ પોતાની સાઇકલ ઉપર કોઈક ને કોઈક બૉર્ડ રાખીને ફરતા. શિશુવિહારના શરૂઆતના દિવસોમાં નાણાંની જરૂર હતી, પણ સામેથી માગવામાં માનતા નહિ, એટલે બૉર્ડ રાખતા કે “આપશો તો લઈશ, માંગીશ નહિ.” માનભાઈ પોતાની પીઠને જાહેરાતના બોર્ડ જેવી ગણતા. ભાવનગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org