________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન
૩૬૫ બાલસ્નેહી અને કનકવાના શોખીન અને ઉસ્તાદને મળવાનું થયું. એમનું નામ છગનલાલ છબીલદાસ. એમની પાસેથી પતંગ-માંજો વગેરેની નવીન બાબતોની માહિતી મળી હતી !
આ ગ્રંથ સાચવવા જેવો અને પુનર્મુદ્રિત કરવા જેવો છે.
હીરાલાલભાઈએ આગમો અને આગમ સાહિત્ય વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં વિવિધ પ્રકારના લેખો લખ્યા છે. એમાં ૧૯૪૮માં છપાયેલો એમનો “આગમોનું દિગ્દર્શન' નામનો ગ્રંથ મહત્ત્વનો છે. એમાં પિસ્તાલીસ આગમસૂત્રોનો સવિગત પરિચય આપવામાં આવ્યો છે તથા આગમો વિશે લખાયેલા વિવરણાત્મક સાહિત્યનો પણ પરિચય આપવામાં આવ્યો છે.
આગમ સાહિત્યના વિવિધ વિષયો પર એમણે અંગ્રેજીમાં ઘણા લેખો લખ્યા છે. અનુવાદકરૂપે કે લેખરૂપે અંગ્રેજી ભાષામાં એમનું યોગદાન ઘણું મોટું છે. એમના જમાનામાં કોઈએ અંગ્રેજીમાં આટલું બધું લેખનકાર્ય કર્યું નથી. એ ફરીથી ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કરવા જેવું છે.
હીરાલાલભાઈએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંગીત વિભાગના ઉપક્રમે ૧૯૫૫માં “સંગીત, નૃત્ય અને નાટ્યસંબંધી જૈન ઉલ્લેખો અને ગ્રંથો” એ વિષય પર વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન પૂ. શ્રી યશોવિજયજી (હાલ પૂ. યશોદેવસૂરિજી)ની પ્રેરણાથી ગ્રંથરૂપે ૧૯૭૩માં પ્રકાશિત થયું છે. એમાં એમણે સાત સ્વરો, એનાં કુળ, એના દેવતા, નાટ્ય, ગેય અને અભિનેય અલંકારો, મૂચ્છનાઓ, રાસ, વાદ્યો, રાગ, ગીત, નૃત્ય, નાટક ઇત્યાદિ વિશે ઝીણવટભરી પારિભાષિક માહિતી આધાર સાથે આપી છે. આ વિષયમાં પણ હીરાલાલભાઈની સજ્જતા કેટલી બધી હતી તેની ખાતરી આ પુસ્તક વાંચતાં થાય છે.
હીરાલાલભાઈએ “શ્રી હરિભદ્રસૂરિ', “યશોદોહન' અને વિનયસૌરભ' નામના ત્રણ ગ્રંથો આપ્યા છે, જેમાં એમણે અનુક્રમે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને શ્રી વિનયવિજયજી મહારાજના જીવન અને કવનનો સવિસ્તાર પરિચય કરાવ્યો છે. “શ્રી હરિભદ્રસૂરિ' લગભગ ચારસો પાનાંનો ગ્રંથ છે. ૧૯૬૩માં તે પ્રાચ્યા વિદ્યામંદિર, વડોદરા તરફથી પ્રકાશિત થયો છે. એમાં શ્રી હરિભદ્રસૂરિના જીવન વિશે તથા એમની કૃતિઓ વિશે લગભગ ત્રણસોથી વધુ પેટાશીર્ષક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org