________________
૩૬૮
વંદનીય હૃદયસ્પર્શ
કર્યા કર્યું હતું. ઘણીખરી વાર લેખનના નિમિત્તે એમનું વાંચન થયું છે અથવા કંઈક નવું વાંચવામાં આવે તો એ વિશે વધુ માહિતી સાથે લખવાનું એમને મન થયા કરતું. એમને એક પછી એક વિષયો સતત સ્ફુરતા રહેતા હતા. જે વિષય પર લખવું હોય તે અંગેની માહિતી એમની પાસે તૈયાર હોય જ. એમણે ક્યારેય માત્ર સપાટી પરનું છીછરું લખાણ કર્યું નથી. દરેક વિષયના ઊંડાણમાં તેઓ ઊતર્યા છે. એમની પાસેથી કંઈક વિશેષ જાણકારી હમેશાં મળ્યા કરી છે. સંદર્ભો માટે એમની પાસે સરસ ગ્રંથસંગ્રહ હતો. એટલે ઘરમાં બેઠાં બેઠાં જ તેઓ પુસ્તકો પર નજર ફેરવીને પોતાના વિષયના સંદર્ભો મેળવી લેતા. કેટલીયે માહિતી, શ્લોકો, ગાથાઓ વગેરે એમને કંઠસ્થ હતાં. એમનું લખાણ પદ્ધતિસરનું, ચોકસાઈવાળું અને ચીવટપૂર્વકનું રહેતું. એટલે લગભગ ઘણાખરા ગ્રંથોમાં એમણે સંકેતોની સમજણ આપી જ છે, જેથી ભાષાનો બહુ વિસ્તાર કરવો ન પડે.
હીરાલાલભાઈની લેખનશૈલી અનોખી હતી. પોતે ગણિતના પ્રાધ્યાપક હતા. ચોકસાઈની ટેવ એમનામાં હોય એ સ્વાભાવિક હતું. નિરાધાર કશું લખવું નહિ એ એમની પ્રકૃતિ હતી. ગણિતના દાખલાઓમાં એક પણ આંકડો વધારાનો હોય કે એક આંકડો ઓછો હોય તે ન જ ચાલે. ગણિતમાં બધું મુદ્દાસર અને ક્રમાનુસાર જ લખવાનું હોય. આવા મહાવરાને લીધે હીરાલાલભાઈ જ્યારે કોઈ એક વિષય પર લેખ લખવા બેસે ત્યારે બધા જ મુદ્દાઓ એમણે ક્રમાનુસાર આવરી લીધા હોય. આથી જ કોઈ એક મુદ્દાને એમણે બહુ વિકસાવ્યો હોય એવું ખાસ જોવા ન મળે. એમનો કોઈ લેખ પેટાશીર્ષકો વગરનો હોય નહિ. બીજી બાજુ દરેક મુદ્દા વિશે જો કંઈ વધારાની પ્રકીર્ણ માહિતી આપવાની હોય અને તે મૂળ લખાણમાં ન લેવાની હોય તો તે પાદનોંધમાં તેઓ આપતા. આથી જ એમનાં લખાણો પાદનોંધોથી સભર છે. ક્યારેક તો લેખના દરેક પાને પાદનોંધ હોય. એમણે પાદનોંધો એટલી બધી (સાલ, આવૃત્તિ, પૃષ્ઠનંબર, તારીખ ઇત્યાદિ સહિત) આપી હોય કે એમની માહિતીને કોઈ પડકારી શકે નિહ. બીજી બાજુ એ બધી પાદનોંધો વાંચતાં આશ્ચર્ય થાય કે અહો ! આ લેખકે ક્યાં ક્યાંથી કેટલી બધી માહિતી એકત્ર કરી છે !
હીરાલાલભાઈ કોઈ પણ નવા વિષય પર તરત બેસીને ક્રમાનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org