________________
૩૫૪
વંદનીય હૃદયસ્પર્શ પ્રકારો અને એમાં લખાયેલા સાહિત્યનો સવિગત પરિચય આશરે અઢીસો પેટાશીર્ષક હેઠળ આપ્યો છે.
- હીરાલાલભાઈ અને ઇન્દિરાબહેનનું દામ્પત્યજીવન કેટલું મધુર હતું તેની પ્રતીતિ તો હીરાલાલભાઈએ એમનાં અંગ્રેજી પુસ્તક “The Students English Paiya Dictionary'ની અર્પણ પત્રિકા વાંચતાં થાય છે. આ પુસ્તક એમણે ઇન્દિરાબહેનને અર્પણ કર્યું છે અને એની અર્પણપત્રિકા પ્રાકૃત ભાષામાં લખી છે, જે નીચે પ્રમાણે છે :
पणामपत्तिमा-जीए मज्झ नाणाराहणम्मि सययमणेगहा सुगमत्तणं कडं तीए मे धम्मपदिणीए इन्दिराए पणमिज्झइ साणन्दं इमो विज्जत्थिणो अङ्गिल-पाइय सद्दकोसो हीरालालेण सिरि रसिकदास तणएण वीरसंवच्छरे २४६७ मे नाण પશ્ચમી વુવારે (૪-૧૨-૪૦)
રસિકદાસના ત્રણે દીકરાઓ મુંબઈ રહેવા ગયા હતા. બીજી બાજુ સૂરતમાં એમની તબિયત સારી રહેતી નહોતી અને દુકાન પણ બરાબર ચાલતી નહોતી. આથી તેઓ પત્ની સાથે મુંબઈમાં હીરાલાલભાઈ સાથે રહેવા આવી ગયા.
આ બાજુ પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરનું કાર્ય પૂરું થઈ જતાં અને આવક બંધ થતાં હીરાલાલભાઈ માટે ફરી પાછો કુટુંબના નિર્વાહનો સવાલ ગંભીર બની ગયો હતો. તેમાં માતાપિતા સૂરતથી રહેવા આવેલાં. બંને નાના ભાઈઓ અને બંને બહેનોનાં લગ્નના ખર્ચ થોડે થોડે વખતે આવેલા. બીજા વ્યવહારો કરવાના આવતા. પોતાનાં સંતાનોને ભણાવવાનો ખર્ચ હતો. કમાણી કંઈ જ નહિ અને ખર્ચ તો વધતા જ જતા હતા. માથે દેવું થતું જતું હતું. આવી તંગ પરિસ્થિતિમાં કામકાજ વગરના હીરાલાલભાઈ વારંવાર નિરાશ થઈ જતા. એમ કરતાં કરતાં તનાવ અને તીવ્ર હતાશાને લીધે તેઓ માનસિક રીતે ભાંગી પડવા લાગ્યા. તેમને નર્વસ બ્રેકડાઉન જેવું થઈ ગયું હતું. આવી માનસિક દશામાં એમના વિષમ દિવસો પસાર થતા હતા. એવામાં એક દિવસ આપઘાત કરવાનો વિચાર એમના મનમાં આવી ગયો. તેઓ મકાનના કઠેડા ઉપર ચઢી પડતું મૂકવા જતા હતા ત્યાં એમનું સતત ધ્યાન રાખનાર એમનાં પત્ની ઇન્દિરાબહેને તરત પાસે દોડી જઈ એમનું પહેરણ ખેંચીને નીચે ઉતાર્યા અને ઘરમાં લઈ આવ્યાં. ત્યાર પછી તેઓ સતત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org