________________
૩૫૮
વંદનીય હૃદયસ્પર્શ of Ardhamagadhi Grammar, (6) A History of the Canonical Literature of the Jains.
મુંબઈ યુનિવર્સિટીએ હીરાલાલભાઈને વખતોવખત સંશોધનદાન આપ્યું હતું. એ દર્શાવે છે કે યુનિવર્સિટીની એ વિષયની સમિતિને એમના સંશોધનકાર્યથી પૂરો સંતોષ થયો હતો. એમનું સંશોધનકાર્ય અભ્યાસનિષ્ઠ, પ્રમાણભૂત, તટસ્થ અને નાની નાની જાણવા જેવી ઘણી બધી વિગતોથી સભર હતું.
હીરાલાલભાઈએ આ રીતે ૧૯૩૯થી ૧૯૪૯ સુધી એમ. ટી. બી. કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેમની સજ્જતા એવી હતી કે યુનિવર્સિટીએ પછીથી એમની પીએચ.ડી.ના ગાઇડ તરીકે નિમણૂક કરી હતી. તદુપરાંત “સ્પિન્જર સ્કૉલરશિપ'ના રેફરી તરીકે એમની નિમણૂક કરી હતી, જે એ દિવસોમાં ઘણું મોટું માન ગણાતું. યુનિવર્સિટી પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાના વિષયમાં પણ એમ.એ.ની કક્ષાએ પરીક્ષક તરીકે એમની નિમણૂક કરતી હતી. શિક્ષણ ક્ષેત્રે તેઓ કેવું ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તે આ બધી વિગતો ઉપરથી જોઈ શકાય છે.
- હીરાલાલભાઈ ધર્મશ્રદ્ધાવાળા હતા. તેઓ એક મહારાજશ્રીએ બતાવ્યા પ્રમાણે સવારસાંજ ધૂપદીપ સાથે પોણો કલાક અનુષ્ઠાનપૂર્વક મંત્રજાપ કરતા. તેઓ જૈન ધર્મ વિશે સારી જાણકારી ધરાવતા હતા એટલે ઘણા બધા આચાર્ય ભગવંતો અને મુનિ મહારાજના નિકટના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સૂરતમાં નાણાવટમાં, મુંબઈમાં અને ફરી સૂરતમાં ગોપીપુરામાં સાંકડી શેરીમાં અને પછી કાયસ્થ મહોલ્લામાં રહ્યા હતા. એટલે ત્યાં ત્યાં ચાતુર્માસ અર્થે પધારેલા આચાર્ય ભગવંતો વગેરેને મળવાનું થતું. શેષકાળમાં સૂરતમાંથી પસાર થતાં સાધુ-સાધ્વીઓને પણ વંદન કરવા તેઓ જતા. યુવાનીના દિવસોમાં જૈન ધર્મ વિશેની જાણકારી માટે અથવા પોતે કંઈ લખ્યું હોય તો તે બતાવવા માટે પણ મુંબઈમાં સાધુ-સાધ્વીઓ પાસે જતા. એમને યુવાન વયે મુંબઈમાં કાશીવાળા વિજયધર્મસૂરીશ્વરજી સાથે ગાઢ પરિચય થયો હતો. એમના બે શિષ્યો તે ન્યાયવિશારદ મુનિશ્રી ન્યાયવિજયજી તથા ન્યાયાવિશારદ મુનિશ્રી મંગલવિજયજી પાસે હીરાલાલભાઈએ જૈન દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આથી હીરાલાલભાઈ તેઓને પોતાના વિદ્યાગુરુ તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org