________________
उ४४
વંદનીય હૃદયસ્પર્શ મને પિતાતુલ્ય વાત્સલ્ય અનુભવવા મળ્યું છે.
- હીરાલાલભાઈનું નામ પહેલી વાર મેં સાંભળ્યું હતું. ૧૯૪૪માં. એ વર્ષે મેટ્રિકની પરીક્ષા આપીને મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં વિનયન શાખાના પ્રથમ વર્ષમાં હું જોડાયો હતો અને રહેવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય (ગોવાલિયા ટેંક, મુંબઈ)માં દાખલ થયો હતો. વિદ્યાલયમાં મારી બાજુમાં રૂમમાં બિપીનચંદ્રભાઈ નામના વિદ્યાર્થી હતા. સરખા રસના વિષયોને કારણે એમની સાથે મારે મૈત્રી થઈ હતી. હું પ્રથમ વર્ષમાં હતો અને તેઓ એમ.એ. થયા પછી ઋગ્વદ પર પીએચ.ડી.નો અભ્યાસ કરતા હતા. એ વખતે તેઓ મને મકાનની અગાશીમાં રાતને વખતે લઈ જઈને આકાશના તારત્નક્ષત્રોની ઓળખ કરાવતા અને દરેકની ખાસિયત સમજાવતા. (એમણે આપેલી નક્ષત્રોની જાણકારી આજે પણ વિસ્મૃત થઈ નથી.) કેટલાક તારાનક્ષત્રોનાં દર્શન માટે અમે અડધી રાતે ઊઠીને અગાશીમાં જતા કે જ્યારે પૂર્વાકાશમાં એનો ઉદય થવાનો હોય. બિપીનચંદ્રભાઈ પાસેથી ત્યારે જાણવા મળેલું કે એમના પિતાશ્રી હીરાલાલ કાપડિયા મોટા લેખક છે અને સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં અર્ધમાગધીના પ્રોફેસર છે.
હીરાલાલભાઈને પહેલી વાર માટે મળવાનું થયું ૧૯૫૧માં. ત્યારે હું મારા પારસી મિત્ર મીનુ દેસાઈ સાથે સૂરત ગયો હતો અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિજયરાય વૈદ્ય, મોહનલાલ પાર્વતીશંકર દવે, કવયિત્રી યોસ્નાબહેન શુક્લ, પ્રો. જે. ટી. પરીખ, નટવરલાલ વીમાવાળા (માળવી), ડૉ. રતન માર્શલ, ગની દહીંવાળા વગેરેને મળવા સાથે હીરાલાલભાઈને પણ મળ્યો હતો. ત્યાર પછી ૧૯૬૦થી ૧૯૭૦ના ગાળામાં સૂરત અનેક વાર જવાનું અને એમને મળવાનું થયું. મારા એક વડીલ મિત્ર શ્રી બાબુભાઈ (હીરાચંદ) કેસરીચંદની સાથે જેટલી વાર પ્રવાસે-તીર્થયાત્રાએ નીકળીએ તેટલી વાર અમારો પહેલો મુકામ સૂરતના ગોપીપુરામાં હોય. તેઓ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડના એક મુખ્ય કાર્યકર્તા હતા અને મને એ સંસ્થાનાં પ્રકાશનોમાં રસ હતો એટલે અમારી વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત હોવા છતાં અમારી મૈત્રી સધાઈ હતી. સૂરતીઓના ખાનપાનના શોખમાં બાબુભાઈને સવારમાં દૂધની તાજી મલાઈ ખાવાનો શોખ પણ ખરો. બાબુભાઈ સાથે સૂરતમાં હોઈએ ત્યારે સવારના ઊઠીને તાપીકિનારે ફરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org