Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 367
________________ વંદનીય હૃદયસ્પર્શ ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં સારા માર્ક્સ મળતાં હીરાલાલભાઈને શિષ્યવૃત્તિ મળી હતી. વળી ગણિતના વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવવાને માટે એમને ‘કામા પ્રાઇઝ’ મળ્યું હતું. આ પ્રાઇઝને લીધે જ તેઓ ગણિત જેવો અત્યંત કઠિન વિષય બી.એ.માં પણ લેવા પ્રેરાયા હતા. ૧૯૧૪માં તેઓ ગણિતના વિષય સાથે પરીક્ષામાં બેઠા અને બી.એ. ઓનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. એમાં પણ ઘણા સારા માર્ક્સ સાથે તેઓ પાસ થયા અને આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી એટલે એમ.એ.નો અભ્યાસ જાતે કરવો પડતો. તૈયા૨ી થાય ત્યારે વિદ્યાર્થીઓ અગાઉથી નામ નોંધાવીને પરીક્ષા આપી શકતા. હીરાલાલભાઈને એ તૈયારી કરતાં ચાર વર્ષ લાગ્યાં. ૩૫૦ ૧૯૧૮માં ગણિતના વિષય સાથે હીરાલાલભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. ગણિતનો વિષય એટલો કઠિન ગણાતો કે બી.એ.માં જ બહુ ઓછા વિદ્યાર્થીઓ એ વિષય લેતા અને એમ.એ.માં તો એથી પણ ઓછા વિદ્યાર્થીઓ રહેતા. વળી એ વિષયના પ્રશ્નપત્રો એટલા અઘરા નીકળતા કે કેટલીક વાર તો કોઈ વિદ્યાર્થી પાસ પણ ન થઈ શકે. હીરાલાલભાઈ એમ.એ. થયા એ વર્ષે ગણિતના વિષયમાં પાસ થનાર ફક્ત તેઓ એકલા જ હતા. હીરાલાલભાઈના બંને ભાઈઓ પણ ભણવામાં તેજસ્વી હતા. એમના ભાઈ મણિલાલભાઈ ફિઝિક્સનો વિષય લઈ બી.એસસી.માં અને એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યા હતા. ત્યાર પછી એમણે એ વિષયના પ્રાધ્યાપક તરીકે કૉલેજમાં કાર્ય કર્યું હતું. એમણે પોતાના વિષયમાં સંખ્યાબંધ સંશોધનલેખો લખ્યા હતા. હીરાલાલભાઈના બીજા ભાઈ ખુશમનભાઈ કેમિસ્ટ્રીના વિષય સાથે બી.એસસી.માં અને એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યા હતા. એમણે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં એ વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. દુર્ભાગ્યે નાની વયે તેઓ અવસાન પામ્યા હતા. આમ કાપડના વેપારી રસિકદાસના ત્રણે તેજસ્વી પુત્રોએ મુંબઈમાં આવી શિક્ષણના ક્ષેત્રમાં કૉલેજના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું હતું. હીરાલાલભાઈ બી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઓગણીસ વર્ષની વયે, ઈ.સ. ૧૯૧૩માં (વિ.સં. ૧૯૬૯માં) વૈશાખ વદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514