________________
૩૫૧
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન તેરસના રોજ એમનાં લગ્ન ભાવનગરના, એમની દશા દિશાવળ જ્ઞાતિના શેઠ શ્રી છોટાલાલ કલ્યાણદાસનાં દીકરી ઇન્દિરાબહેન સાથે થયાં હતાં. ઇન્દિરાબહેનની ઉંમર ત્યારે પંદર વર્ષની હતી. એમનો જન્મ ભાવનગરમાં ઈ.સ. ૧૮૯૮ (વિ.સં. ૧૯૫૪માં) મહા સુદ સાતમના રોજ થયો હતો. એમનું કુટુંબ વૈષ્ણવ ધર્મ પાળતું હતું.
ઇન્દિરાબહેને નાની વયમાં જ માતાપિતા ગુમાવ્યાં હતાં. આથી એમનો ઉછેર એમના મોટા ભાઈ રાવસાહેબ વૃંદાવન છોટાલાલ જાદવ અને એમનાં પત્ની સન્મુખગૌરીની છત્રછાયામાં થયો હતો.
ઇન્દિરાબહેન ભણવામાં તેજસ્વી હતાં. શાળામાં તેઓ પ્રથમ નંબરે આવતાં. એમણે અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેર વર્ષની વયે એમણે ભાવનગરના દશા દિશાવળ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિબંધનો વિષય હતો “માબાપની છોકરાંઓ પ્રત્યેની ફરજ અને છોકરાંઓની માબાપ પ્રત્યેની ફરજ'. આ સ્પર્ધામાં એમનો નિબંધ સર્વશ્રેષ્ઠ ગણાયો હતો અને એમને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
શાળામાં ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી ઇન્દિરાબહેને ઘરે રહીને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી એમણે ઈ.સ. ૧૯૧૭માં પોતાની જ્ઞાતિના એ જ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં પોતે કરેલા ખાસ પ્રવાસનું વર્ણન' એ વિષય પર નિબંધ લખી પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું.
૧૯૧૮માં એમ.એ. થયા પછી હીરાલાલભાઈને મુંબઈની વિલસન કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે નિમણૂક મળી હતી. એ દિવસોમાં શાળા અને કૉલેજમાં અધ્યાપક તરીકે નોકરી કરનાર માટે બી.ટી. (આજની બી.એડ.)ની ડિગ્રી ફરજિયાત હતી. હીરાલાલભાઈ પાસે એ ડિગ્રી નહોતી. પરંતુ અરજી કરનાર ઉમેદવારોમાં તેમના માર્ક્સ સૌથી સારા હતા અને એમનો ઇન્ટરવ્યુ પણ એવો સારો ગયો હતો કે કૉલેજે યુનિવર્સિટીની ખાસ પરવાનગી મેળવીને બી.ટી.ની ડિગ્રી વગર ગણિતના પ્રાધ્યાપક તરીકે એમની નિમણૂક કરી હતી.
કોલેજમાં નોકરી મળતાં તેઓ ઇન્દિરાબહેન સાથે મુંબઈ રહેવા આવ્યા હતા. ભૂલેશ્વરમાં ભગતવાડીમાં તેમણે એક મકાનમાં ત્રીજે માળે ડબલ રૂમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org