________________
૩૩૦
વંદનીય હૃદયસ્પર્શ જામનગરને જ એમણે પોતાનું વતન બનાવી દીધું. જામનગરના સમાજજીવન સાથે તેઓ એકરૂપ થઈ ગયા.
સ્વ. કે. પી. શાહને પહેલવહેલાં મેં જોયેલા ૧૯૫૩માં અલિયાબાડામાં. જામનગર પાસે અલિયાબાડા નામના ગામમાં દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલય તરફથી ગુજરાતી વિષયના અધ્યાપકોનું સંમેલન હતું. સ્વ. ડોલરરાય માંકડ યજમાન હતા. હું અને મારાં પત્ની ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે આ સંમેલનમાં ભાગ લેવા ગયાં હતાં. કે. પી. શાહ અલિયાબાડાના દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયના (ગંગાજળા વિદ્યાપીઠના) એક ટ્રસ્ટ્રી હતા. એ સંસ્થાની સ્થાપનામાં એમનો મુખ્ય ફાળો હતો.
એ સંમેલનમાં કે. પી. શાહ અમને મળ્યા તે વખતે જૂની ઓળખાણ નીકળી. કે. પી. શાહ આઝાદી પૂર્વેના સમયમાં મુંબઈમાં લુહાર ચાલમાં રહેતા હતા. મારા સસરા શ્રી દીપચંદત્રિભોવનદાસ શાહ ત્યારે પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહેતા હતા. તેઓ બંને ગાઢ મિત્રો હતા. તેઓ સાથે મળીને મુંબઈમાં સામાજિક કાર્યો કરતા હતા. પછી ધંધાર્થે કે. પી. શાહ મુંબઈ છોડીને જામનગર જઈને વસ્યા.
એ વાતને વર્ષો થઈ ગયાં એટલે કે. પી. શાહ અમને તો ક્યાંથી ઓળખે? અલિયાબાડામાં આ અમારા કૌટુંબિક સંબંધનો ઉલ્લેખ તાજો થતાં કે. પી. શાહને ઘણો આનંદ થયો. જામનગર આવવા માટે એમણે અમને બહુ જ આગ્રહ કર્યો અને પોતાની ગાડીમાં અમને તેઓ જામનગર લઈ ગયા. અમે એમના ઘરે ત્રણેક દિવસ રહ્યા. જામનગર બધે ફર્યા. તદુપરાંત ઓખા, દ્વારકા, મીઠાપુર વગેરે સ્થળે ફરવા માટે પણ અમને સગવડ કરી આપી. એને લીધે અમારો આ પ્રવાસ સ્મરણીય બની ગયો હતો.
આ વાતને પણ પછી તો વર્ષો વીતી ગયાં. પરસ્પર સંપર્ક પણ ધીમે ધીમે છૂટી ગયો.
૧૯૮૭ના ફેબ્રુઆરીમાં એક દિવસ સવારના મારા પર ફોન આવ્યો : “જામનગરથી શ્રી કે. પી. શાહ અહીં આવ્યા છે, તમને મળવા માગે છે. તમારા ઘરે ક્યારે આવે ?' મેં કહ્યું, “કે. પી. શાહ તો અમારા વડીલ છે. મારે એમને મળવા આવવું જોઈએ.” પણ કે. પી. શાહનો આગ્રહ મારે ઘરે જ આવવાનો હતો. મેં સમય આપ્યો. તેઓ મારે ઘરે આવી પહોંચ્યા. મેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org