Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 346
________________ ૩૮ કે. પી. શાહ જામનગરના પીઢ રાજકીય નેતા અને ઉદારદિલ, વયોવૃદ્ધ સમાજસેવક શ્રી કાન્તિલાલ પી. શાહનું ૧૯૯૨ના ડિસેમ્બરમાં અમદાવાદમાં ૮૬ વર્ષની વયે અવસાન થયું. તેઓ પોતાના કાન્તિલાલના નામ કરતાં કે. પી. શાહના નામથી વધુ જાણીતા હતા. જામનગર જિલ્લામાં ફક્ત “કે.પી.” એટલા બે અક્ષર જ એમની ઓળખાણ માટે પૂરતા હતા. કેટલાંક વર્ષ પહેલાં એમનો પત્ર આવેલો, પરંતુ પત્રમાં સરનામું નહોતું લખ્યું એટલે હું જવાબ લખી શક્યો ન હતો. તેઓ મળ્યા ત્યારે કહ્યું : “કે. પી. શાહ, જામનગર' એટલું લખો તો પણ પત્ર મને મળી જાય.” સ્વ. કે. પી. શાહની સુવાસ કેટલી મોટી હશે તે આટલી નાની વાત પરથી પણ સમજાય. સ્વ. કે. પી. શાહનું જીવન એટલે માનવતાની સુવાસથી સભર જીવન. કુશાગ્ર બુદ્ધિ, કુશળ વટીવટી શક્તિ, દીર્ધદષ્ટિ, તીવ્ર સ્મરણશક્તિ, વેપાર-ઉદ્યોગની ઊંડી સમજ, સાહિત્યવાંચનનો શોખ, રાજકીય પ્રવાહોનો તલસ્પર્શી અભ્યાસ, મીઠાશભર્યા સંબંધો સાચવવાની કળા, સ્વોપાર્જિત ધન સન્માર્ગે વાપરવાની ભાવના, ભક્તિપરાયણતા, અધ્યાત્મરસિકતા, મૂદુભાષિતા, પરગજુપણું અને હાથ નીચેનાં માણસો સાથે પણ પ્રેમભર્યો વ્યવહાર વગેરે ગુણોથી એમનું જીવન મઘમઘતું હતું. સ્વ. કે. પી. શાહ લીંબડીના વતની હતા. એમનો જન્મ લીંબડીમાં થયો હતો. ત્યારે એમની કૌટુંબિક આર્થિક સ્થિતિ સાધારણ હતી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીંબડીમાં લઈ તેઓ ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાયા હતા. ત્યાંથી ગ્રેજ્યુએટ થયા પછી નોકરી માટે તેઓ મુંબઈ આવીને રહ્યા હતા. એક ખાનગી પેઢીમાં કારકુન તરીકે એમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેમાં પોતાની બુદ્ધિશક્તિ અને પ્રમાણિકતાથી તેઓ સારી પ્રગતિ કરતા રહ્યા હતા. તક મળતાં તેઓ વ્યવસાય અર્થે જામનગર આવીને રહ્યા. ત્યાં તેમની ચડતી થતી ગઈ. વખત જતાં એમણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય વિકસાવ્યો. આર્થિક ઉન્નતિ ઘણી સારી થઈ અને પછી તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514