________________
૩૯
પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા
ભારત સરકારે ડૉ. ઉષાબહેન મહેતાને પદ્મવિભૂષણનો ઇલકાબ સ્વતંત્રતાની સુવર્ણજયંતી પ્રસંગે આપીને એમનું યોગ્ય ગૌરવ તો કર્યું જ છે, પણ સાથે સાથે સ૨કા૨ે પોતે પોતાને પણ ગૌરવ અપાવ્યું છે.
ડૉ. ઉષાબહેન મહેતાને સ્વતંત્રતાની સુવર્ણ જયંતીના અવસરે આ ઇલકાબ મળ્યો છે તે સમયોચિત અને ગૌરવપૂર્ણ ગણાય. ઉષાબહેને આઝાદી પૂર્વે જેલજીવન ભોગવ્યું હતું અને પછીથી પણ રાષ્ટ્રભક્તિના કાર્યમાં સંનિષ્ઠાથી લાગેલાં રહ્યાં છે એ પણ એટલા જ આનંદ અને ગૌરવની વાત છે. સરકારે પચાસ વર્ષે પણ કદર કરી એ મોટા સંતોષની વાત છે. મારી જેમ કેટલાકને એમ અવશ્ય લાગ્યું હશે કે ઉષાબહેનને આ ઇલકાબ ઘણો વહેલો મળવો જોઈતો હતો. સરકાર સારા અવસરની રાહ જોતી હતી એમ કહેવા કરતાં ઉષાબહેને એ માટે કંઈ પ્રયત્નો નથી કર્યા એમ કહેવું જ વધુ યોગ્ય છે. ઉષાબહેનનું એ સદ્ભાગ્ય છે કે સ્વતંત્રતાની સુવર્ણજયંતી જોવા તેઓ વિદ્યમાન રહ્યાં છે. ઉષાબહેનની સરળ, નિઃસ્વાર્થ, નિર્દભ, નિષ્ઠાવાન પ્રકૃતિનો પરિચય એમાંથી મળી રહે છે. આવું સન્માન મળે તોય શું અને ન મળે તોય શું ? – એવો જ ઉદાર, સમત્વયુક્ત પ્રતિભાવ એમનો રહ્યો છે.
હું એવા કેટલાક મિત્રોને ઓળખું છું કે જેઓએ પોતાના જીવનનો ઘણો મોટો ભોગ દેશની આઝાદી માટે આપ્યો હોવા છતાં સ્વાતંત્ર્ય સૈનિકનું પ્રમાણપત્ર મેળવવા માટે પણ તેઓએ અરજી કરી નથી, તો તે માટેના ભથ્થાની કે રેલવેમાં એરકંડિશન ક્લાસમાં મિત્રને સાથે લઈને મફત પ્રવાસ ક૨વાની (કે તેવા પ્રવાસ કરાવવા દ્વારા કમાણી કરવાની) તો વાત જ શી ? ‘કોઈ પણ પ્રકારના બદલાની અપેક્ષા વિના અમે માતૃભૂમિ માટે બલિદાન આપ્યું હતું. એનો આનંદ એ જ અમારે માટે ઇલકાબરૂપ છે.’ આવું એવા સ્વાતંત્ર્ય સૈનિકો પાસેથી સાંભળીએ છીએ ત્યારે હર્ષ-રોમાંચ અનુભવીએ છીએ અને ત્યારે એમ લાગે કે ગાંધીજીનો આત્મા હજુ પણ કેટલાંકનાં હૈયાંમાં વસેલો છે.
ડૉ. ઉષાબહેન મહેતાનું નામ તો મેં ૧૯૪૨ની લડત વખતે પહેલી વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org