________________
કે. પી. શાહ
૩૩૧ કહ્યું કે, “ઘણાં વર્ષો થઈ ગયાં એટલે આપને યાદ નહિ હોય, પરંતુ ઈ.સ. ૧૯૫૩માં અમે જામનગરમાં આપના ઘરે રહ્યાં છીએ. સાડાત્રણ દાયકા જેટલી એ જૂની વાત છે.” અને આખો સંદર્ભ કહ્યો; મુંબઈના એમના જૂના દિવસોની પણ યાદ અપાવી. આ જાણીને કે. પી. શાહને બહુ જ આનંદ થયો. કૌટુંબિક નાતો ફરી તાજો થયો.
કે. પી. શાહે ત્યાર પછી કહ્યું, “હું ખાસ તો આવ્યો છું તમને અભિનંદન આપવા માટે. હું તમારું “પ્રબુદ્ધ જીવન” નિયમિત વાંચું છું. તમારા લેખોમાં વિષયની સારી છણાવટ હોય છે. તમે જૈન ધર્મ વિશે પણ નવા નવા વિષયો પસંદ કરી તેના પર બહુ ઊંડાણથી જે લખો છો તેવું કોઈ જૈન સામયિકોમાં જોવા મળતું નથી.'
મેં કહ્યું, ‘પણ અમારા ભૂતપૂર્વ મંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ રાજદ્વારી વિષયો પર સરસ લેખો લખતા હતા. હું એવા વિષયો પર લખતો નથી એ મારી ત્રુટિ છે. રાજકારણ મારા રસનો કે અભ્યાસનો વિષય નથી. ચીમનભાઈની વાત જુદી હતી. ત્યારનું રાજકારણ પણ જુદું હતું.'
એમણે કહ્યું, “તમે રાજદ્વારી વિષયો પર અભ્યાસ કરીને લખતા હોત તો પણ હું તમને સલાહ આપત કે એવા વિષયો પર લખીને તમારી કલમને બગાડવાની જરૂર નથી. ચીમનલાલ ચકુભાઈ અમારા લીંબડીના વતની હતા. મારા કરતાં ઉંમરમાં સાતેક વર્ષ મોટા. તેઓ રાજકારણના માણસ હતા. સરસ લખતા. પણ હવે પહેલાં જેવું રાજકારણ રહ્યું નથી. ભ્રષ્ટાચાર, ગંદવાડ, ખટપટ, હિંસા એટલાં બધાં વધી ગયાં છે કે મેં પોતે રાજકારણમાંથી ઘણાં વર્ષથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે તો રાજકારણની મને સૂગ ચડે છે. એટલે તમે જે વિષયો પર લખો છો તે જ બરાબર છે. હું તો ખાસ તમને અભિનંદન આપવા એટલા માટે આવ્યો છું કે ચીમનલાલ ચકુભાઈના અવસાન વખતે મેં ધાર્યું હતું કે હવે “પ્રબુદ્ધ જીવન’ બંધ થઈ જશે. ગંભીર ચિંતનાત્મક વિષયો ઉપર લખવું એ સહેલી વાત નથી. કદાચ થોડો વખત કોઈ ચલાવે પણ ખરું, પણ માનદ સેવા તરીકે આટલાં વર્ષથી તમે નિયમિત પ્રબુદ્ધ જીવન ચલાવતા રહ્યા છો એથી મને બહુ આનંદ થાય છે.”
કે. પી. શાહ સાથે પછી તો મુંબઈ, જામનગર અને ગુજરાતના સમાજજીવનની ઘણી વાતો થઈ. એમના વાત્સલ્યભાવનો એટલો સરસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org