________________
૩૩૨
વંદનીય હૃદયસ્પર્શ અમને અનુભવ થયો કે અમે પણ એમનાં સંતાનોની જેમ તેમને “બાપુજી' કહીને બોલાવવા લાગ્યાં. કે. પી. શાહનો દર વર્ષે એક-બે વખત મુંબઈમાં આવીને રહેવાનો નિયમ. એમનાં એક પુત્રી રંજનબહેન અમદાવાદમાં રહે, બીજાં પુત્રી રમીલાબહેન મુંબઈમાં રહે. ઋતુની અનુકૂળતા અને તબિયતને લક્ષમાં રાખી ઘણોખરો વખત જામનગરમાં પુત્ર અરવિંદભાઈ સાથે રહે અને પછી અમદાવાદ, મુંબઈ આવે. જયારે મુંબઈ આવે ત્યારે મારે ઘરે પોતે જ આવવાનો આગ્રહ રાખે. આટલા મોટા માણસ છતાં જરા પણ મોટાઈ વરતાવા ન દે. નિરાંતે બેસે અને ઘણા અનુભવો કહે.
જામનગરમાં જઈને વસવાટ કર્યા પછી આર્થિક દૃષ્ટિએ નિશ્ચિત થતાં કે. પી. શાહે જાહેર પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાનું ચાલુ કર્યું હતું. ત્યારે તો જામનગરનું દેશી રાજ્ય હતું. આઝાદી પછી દેશી રાજયોનું વિલીનીકરણ થતાં સૌરાષ્ટ્ર રાજ્યમાં ઢેબરભાઈના વખતમાં કે. પી. શાહ એક યુવાન તેજસ્વી કાર્યકર્તા તરીકે ઝળકવા લાગ્યા હતા. કે. પી. શાહની વહીવટી શક્તિ અને સૂઝનો પરિચય તો લોકોને વધુ સારી રીતે ત્યારે મળ્યો હતો કે જ્યારે તેમણે ૧૯૫૩થી ૧૯૫૬ સુધી જામનગરની નગરપાલિકાના પ્રમુખ તરીકે જામનગર શહેરને વિકસાવવામાં સંગીન કાર્ય કર્યું.
ત્યાર પછી સૌરાષ્ટ્રના ક્ષેત્રમાંથી સમગ્ર ગુજરાતના રાજકારણમાં તેમનો પ્રવેશ થયો અને ઈ. સ. ૧૯૬૬થી ૧૯૬૮ સુધી ગુજરાત એસ. ટી. સ્ટેટ ટ્રાન્સપૉર્ટ નિગમના અધ્યક્ષ તરીકે તેમણે કામ કર્યું. એમણે પોતાના આ સત્તાકાળ દરમિયાન ગુજરાતના એસ.ટી. વ્યવહારને શિસ્ત, સમયપાલન તથા નાનાં નાનાં ગામડાંઓ સુધી એસ. ટી.ને પહોંચાડવી, દૂરદૂરનાં નગરો અને તીર્થસ્થળો વચ્ચે સીધી એસ.ટી. સેવા દાખલ કરવી તથા વેપારી કુનેહથી એસ.ટી.ને સારી કમાણી કરતી કરી દેવી – આ બધાંને લીધે શ્રી કે. પી. શાહનો વહીવટ ઘણો વખણાયો અને સમગ્ર ભારતનાં તમામ રાજ્યોની એસ.ટી. સેવામાં ગુજરાતની એસ.ટી. સેવાની કામગીરી સૌથી ચઢિયાતી ગણાઈ.
શ્રી કે. પી. શાહે ત્યારપછી રાજ્યમાં ફાઈનાન્સ કૉર્પોરેશનના અધ્યક્ષ તરીકે અને ત્યાર પછી ટેક્ષટાઇલ કૉર્પોરેશનના અધ્યક્ષ તરીકે ઘણી સંગીન સેવા આપી હતી. રાજકારણના ક્ષેત્રે શ્રી કે. પી. શાહ ૧૯૭૨માં સૌરાષ્ટ્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org