________________
હીરાબહેન પાઠક
૩૧૭ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પાઠકસાહેબના બધા જ ગ્રંથોના પુન:પ્રકાશનનું આયોજન થયું એથી હીરાબહેનને અત્યંત હર્ષ થયો હતો. જીવનની બહુ મોટી ધન્યતા તેમણે અનુભવી હતી. આ યોજના માટે પોતાની બીજી પ્રવૃત્તિઓ છોડી દઈને પણ તેઓ કામ કરવા લાગી ગયાં હતાં. જીવનના અંત સુધી એમણે આ જવાબદારી સારી રીતે વહન કરી હતી.
ગુજરાત સાહિત્ય અકાદમીએ મૂર્ધન્ય સાહિત્યકાર તરીકેનો “ગૌરવ પુરસ્કાર' હીરાબહેનને આપવાનું નક્કી કર્યું એ સમયોચિત જ હતું. હીરાબહેનને આ પુરસ્કાર આપવા માટે શ્રી મનુભાઈ પંચોળી, શ્રી યશવંત શુક્લ વગેરે મુંબઈ પધાર્યા અને હરકિશન હૉસ્પિટલમાં જઈને પથારીવશ એવાં હીરાબહેનને આ પુરસ્કાર અર્પણ કર્યો એ ખરેખર એક મહત્ત્વની યાદગાર ઘટના હતી. એ પ્રસંગે માંદગીને બિછાનેથી હરાબહેને પંદરેક મિનિટ સુધી પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. અશક્ત એવાં હીરાબહેનને અંદરના કોઈ અદમ્ય ઉત્સાહ અને ઉમંગે એમની પાસે આવું સરસ વક્તવ્ય કરાવ્યું હતું.
હીરાબહેનની તબિયત બગડી એ પછી નિદાન કરતાં ડૉક્ટરોને જણાયું કે તેમને હાડકાંના કેન્સરનો વ્યાધિ થયો છે. આ માટે તરત સારવાર ચાલુ થઈ. એમના ભાઈ બાલકૃષ્ણભાઈ હરકિશનદાસ હૉસ્પિટલમાં મુખ્ય ટ્રસ્ટી એટલે હીરાબહેનની સારવારમાં તો કોઈ જ ખામી રહી નહિ, પરંતુ હીરાબહેનની માંદગી ઠીક ઠીક સમય સુધી ચાલી. વચ્ચે તો તેઓ બેભાન અવસ્થામાં હતાં ત્યારે કોઈને અંદર જવા દેવામાં આવતાં નહિ. તેઓ ઘરે આવ્યાં. પછી પાછાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. તેમને સારું લાગતું હતું અને મુલાકાતીઓને મળવા દેવામાં આવતા હતા ત્યારે અમે એમની ખબર જોવા ગયેલાં. તે વખતે પૂરી સ્વસ્થતાપૂર્વક તેમણે અમારાં દીકરા-દીકરીનાં નામ દઈને પૂછતાછ કરેલી. એ પરથી લાગ્યું કે તેમની સ્મૃતિ હજુ સારી છે. જ્યારે જ્યારે એમને અસહ્ય પીડા થતી ત્યારે એમને પીડાશામક દવાઓ અને ઇન્જકશન આપવા પડતાં.
અલબત્ત બીમારી કેન્સરની હતી અને શરીર ઉત્તરોત્તર ઘસાતું જતું હતું તે જોતાં તેઓ હવે વધુ વખત નહિ કાઢે એવું લાગતું હતું. તેમની તબિયત વધુ લથડતી ગઈ અને હૉસ્પિટલમાં રાખવાનું કોઈ પ્રયોજન નથી એમ જણાતાં ફરી પાછાં એમને એમના ભાઈના ઘરે લઈ આવવામાં આવ્યાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org