________________
૩૭ હંસાબહેન મહેતા
શ્રીમતી હંસાબહેન જીવરાજ મહેતાનું બુધવાર, તા. ૪થી એપ્રિલ, ૧૯૯૫ના રોજ ૯૮ વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન થયું. એમના અવસાનની નોંધ અખબારોમાં જેટલી લેવાવી જોઈતી હતી તેટલી લેવાઈ નથી એવી ફરિયાદ થઈ છે. જોકે આમ બનવું સ્વાભાવિક છે. વ્યક્તિ વડાપ્રધાન કે રાષ્ટ્રના પ્રમુખપદે હોય તે વખતે તેમનું અવસાન થાય ત્યારે તેમને, તોપ ફોડવા સાથે સલામીનું માન મળે તેટલું માન નિવૃત્ત થઈને તરતના કાળમાં અવસાન પામે ત્યારે ન મળે.
જાહેર જીવનમાં અત્યંત સક્રિય રહેલી અને વિવિધ સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિ જાહેર જીવનમાંથી નિવૃત્ત થાય અને નાદુરસ્ત તબિયતને કારણે વર્ષો સુધી જાહેર જીવનથી અલિપ્ત રહે, લોકસંપર્કમાં રહે નહિ તો તેવી વ્યક્તિનું સ્મરણ લોકોમાં ઓછું ને ઓછું થતું જાય તે સ્વાભાવિક છે. વ્યક્તિ એંસીનેવુંની ઉંમર વટાવી જાય અને પોતાની હારના જાહેર જીવનના સહકાર્યકરોમાંથી લગભગ ઘણાખરાએ વિદાય લઈ લીધી હોય ત્યારે આવું લોકવિસ્મરણ સહજ છે. ક્યારેક તો લોકોને પૂછવું પડે કે ફલાણા ભાઈ કે બહેન હજુ હયાત છે?
ત્રીસ કે ચાલીસની ઉંમરે પહોંચેલા તે તે ક્ષેત્રના યુવાનો માટે તો ગત જમાનાની આવી મહાન વ્યક્તિ એક ભૂતકાલીન ઘટના જેવી બની રહે છે. સમાજ એકંદરે તો વર્તમાન સમયમાં સક્રિય રહેતી જાહેર જીવનની વ્યક્તિઓમાં જ વિશેષ રસ ધરાવતો રહે છે. શ્રીમતી હંસાબહેન મહેતા સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના હોદ્દેથી નિવૃત્ત થયાં અને મુંબઈમાં આવીને સ્થાયી થયાં એ પછી કોઈ જાહેર કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેતાં નહોતાં કે એમની કલમનો પ્રસાદ વર્તમાનપત્રો કે સામયિક દ્વારા કશો જ મળતો નહોતો. આથી લોકો સાથેનો. ખાસ કરીને શૈક્ષણિક અને સાહિત્યજગત સાથેનો એમનો સંપર્ક રહ્યો ન હતો. આઉટ ઑફ સાઈટ, આઉટ ઓફ માઇન્ડ જેવી પરિસ્થિતિ ત્યારે પ્રવર્તવા લાગે. પરંતુ આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org