________________
૩૨૪
વંદનીય હૃદયસ્પર્શ ડૉ. જીવરાજ મહેતા કે. ઈ. એમ. હૉસ્પિટલમાં ડીન તરીકે જોડાયા. હંસાબહેન પણ ભગિની સમાજ અને બીજી કેટલીક સંસ્થાઓમાં સક્રિય કાર્ય કરવા લાગ્યાં. તેઓ મ્યુનિસિપલ સ્કૂલ કમિટીમાં પણ સભ્ય તરીકે સેવા આપવા લાગ્યાં હતાં. સાહિત્ય અને શિક્ષણ એ બે એમના રસનાં ક્ષેત્ર રહ્યાં હતાં. લેડી તાતાએ “ધ નૅશનલ કાઉન્સિલ ઑફ વિમેન ઇન ઇન્ડિયાના મંત્રી તરીકે એમની નિયુક્તિ કરી હતી.
મુંબઈ આવીને સ્થિર થવાનું બીજું પણ એક પ્રયોજન હતું. એ દિવસોમાં ગાંધીજીએ ચાલુ કરેલી અસહકાર અને સત્યાગ્રહની ચળવળ વેગ પકડતી જતી હતી. બ્રિટિશ હકૂમત અને દેશી રાજ્યોની ભેદરેખા ત્યારે વધારે સુદઢ હતી. ગાયકવાડી રાજ્યમાં રહીને બ્રિટિશ સરકાર સામેના આંદોલનમાં ભાગ લેવો અને તે પણ રાજયના દીવાનની પુત્રીએ, એમાં કેટલીક સમસ્યાઓ રહેલી હતી. મુંબઈથી એવી પ્રવૃત્તિ કરવામાં અનુકૂળતા હતી. હંસાબહેને ૧૯૩૦માં દાંડીકૂચમાં ભાગ લીધો હતો. તેઓ ત્રણેક વાર જેલમાં જઈ આવ્યાં હતાં. તેઓ ગાંધીજીના ગાઢ સંપર્કમાં આવ્યાં હતાં. ગાંધીજીએ તેમને તાડી-દારૂની દુકાનો અને વિદેશી કાપડની દુકાનો પાસે પિકેટિંગ કરવાનું કામ સોંપ્યું હતું. તેમણે એ કાર્ય પેરીનબહેન કૅપ્ટન સાથે મળીને કર્યું હતું. હંસાબહેન, પરીનબહેન કૅપ્ટન, સોફિયા ખાન, વિજયાબહેન કાનુન્ગા વગેરેએ મળીને મુંબઈમાં “દેશસેવિકા સંઘ'ની સ્થાપના કરી હતી. મુંબઈમાં બ્રિટિશ સરકાર સામે જે લડત ચાલી તેમાં સરઘસનું નેતૃત્વ સંભાળવા માટે પેરીનબહેનની ધરપકડ થઈ, તે પછી હંસાબહેને એ નેતૃત્વ સંભાળ્યું ત્યારે એમની પણ ધરપકડ થઈ હતી અને એમને કારાવાસ ભોગવવો પડ્યો હતો. હંસાબહેને એક સુશિક્ષિત સન્નારી તરીકે ત્યારે માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર ભારતમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું.
૧૯૩૪માં હંસાબહેન મુંબઈ કૉંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ બન્યાં હતાં. ૧૯૩૭માં બ્રિટિશ શાસન દરમિયાન મુંબઈ ધારાસભાની ચૂંટણીમાં હંસાબહેન ચૂંટાઈ આવ્યાં હતાં. ખેરસાહેબના પ્રધાનમંડળમાં તેઓ શિક્ષણ ખાતાના નાયબપ્રધાન થયાં હતાં. એ બતાવે છે કે હંસાબહેન કેટલાં લોકપ્રિય હતાં અને વહીવટી ક્ષેત્રે કેટલાં બધાં કાર્યદક્ષ હતો.
હંસાબહેનનો જીવ સાહિત્યકારનો હતો. કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org