________________
હીરાબહેન પાઠક
૩૧૫ વ્યાસ અને (૨) શ્રીમતી હીરાબહેન પાઠક. ડૉ. કાન્તિલાલ વ્યાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રખર અભ્યાસી અને સંશોધક હતા. તેઓ આંતરરાષ્ટ્રીય
ખ્યાતિ ધરાવનાર અને વળી ભાષાવિજ્ઞાનના પણ નિષ્ણાત હતા. પ્રોફેસરની પોસ્ટ માટે મુંબઈ યુનિવર્સિટીમાં એમણે જ્યારે અરજી કરી ત્યારે તેઓ એકમાત્ર ઉમેદવાર હતા. તેઓ એ સ્થાન માટે યોગ્ય જ હતા. છતાં આવું માનભર્યું સ્થાન એમને ન આપવાના હેષભર્યા પ્રયાસો થયા હતા. ત્યારે પસંદગી સમિતિમાં પ્રો. અમૃતલાલ યાજ્ઞિક, પ્રો. બેટાઈ વગેરે હતા. પ્રો. અનંતરાય રાવળ અમદાવાદથી હેતુપૂર્વક આવ્યા નહિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના નિષ્ણાત ડૉ. કાન્તિલાલ વ્યાસને ઈન્ટરવ્યુમાં એમના અભ્યાસના વિષયના ક્ષેત્રને લગતો કોઈ પ્રશ્ન ન પૂછતાં બૉદલેર, કેમૂ, કાફકા, સાત્ર, કિર્કગાઈ, ઍબ્સર્ડ ડ્રામા, ઍન્ટિનોવેલ, અસ્તિત્વવાદ વગેરે વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. જોકે પૂછનારનો પોતાનો એ વિષયોનો અભ્યાસ ઇન્ટરબૂમાં પાસ થવા જેટલો નહોતો. દરેક પ્રશ્ન વખતે ડૉ. વ્યાસને જવાબ આપવો પડ્યો કે, “માફ કરજો, એ મારા અભ્યાસનો વિષય નથી.” આવી રીતે આવા પ્રશ્નો પૂછીને પસંદગી સમિતિએ ડૉ. વ્યાસને કશું જ આવડતું નથી એવું વાઇસ ચાન્સેલર અને સરકારી પ્રતિનિધિ સમક્ષ બતાવીને પ્રોફેસરની પોસ્ટ માટે અપાત્ર ઠરાવ્યા. એવી જ રીતે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં રીડરની પોસ્ટ ધરાવનાર હીરાબહેન પાઠકને પ્રોફેસરની પોસ્ટ ન આપતાં અન્યાય થયો હતો. પસંદગી સમિતિમાં ઉમાશંકર જોશી પણ હતા. ઇન્ટરવ્યુ પછી એક માત્ર ઉમાશંકર જોશીએ હીરાબહેનને પ્રોફેસરની પોસ્ટ મળવી જોઈએ એવો અભિપ્રાય દર્શાવ્યો હતો. પસંદગી સમિતિની બેઠકમાં પ્રિન્સિપાલ ફાટકે હીરાબહેનના અધ્યાપનકાર્યથી પોતાને સંતોષ નથી એવું લેખિત નિવેદન રજૂ કર્યું જેની કોઈ જરૂર નહોતી. એવા નિવેદન પાછળ કાવતરું હતું. એથી ઉમાશંકર આ બધી ચાલ સમજી ગયા, ગુસ્સે થયા અને કહ્યું : “I smell a rat in this meeting' અને પસંદગી સમિતિના અહેવાલમાં પોતે બીજા સભ્યોના અભિપ્રાય સાથે સંમત નથી એવી વિરોધની નોંધ લખી અને વાઇસ ચાન્સેલર લેડી ઠાકરશીને પછી કહ્યું કે પોતે હવે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીનું કોઈ નિમંત્રણ સ્વીકારશે નહિ.
હીરાબહેનને પ્રોફેસરની પોસ્ટ મળી નહિ એનું દુ:ખ ઘણું રહ્યું. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org