________________
હીરાબહેન પાઠક
૩૧૩ કે કોઈનો પણ ફોન આવે કે તરત પોતે બોલતાં નહિ. સામેનો પરિચિત અવાજ હોય તો જ બોલવાનું ચાલુ કરે.
- ઈ. સ. ૧૯૬૦ની આસપાસ હીરાબહેને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં એમ.એ.ના ગુજરાતી વિષયના એક્સટર્નલ લેક્ઝરર તરીકે મારા નામની ભલામણ કરી. દર અઠવાડિયે બેથી ત્રણ લેક્ટર એ યુનિવર્સિટીમાં લેવાનું મારે નક્કી થયું. એને લીધે એ યુનિવર્સિટીના સ્ટાફના સભ્યો સાથે મારે વધુ પરિચયમાં આવવાનું બન્યું. જયારે પણ લેક્ટર લેવા જાઉં ત્યારે પ્રિન્સિપાલ ફાટકને બેચાર મિનિટ માટે પણ મળવા જવાનું રહેતું હતું. સુંદરજીભાઈ બેટાઈ પણ ત્યારે ત્યાં બેઠેલા હોય. આ રીતે પ્રિન્સિપાલ ફાટક સાથે મારે ગાઢ સંબંધ થયો અને પ્રતિવર્ષ એમ.એ.ના લેક્ટર માટે તેઓ મને નિમંત્રણ મોકલતા રહ્યા. આઠેક વર્ષ એ રીતે એ યુનિવર્સિટી સાથે એમ.એ.નાં લેક્ઝર્સને નિમિત્તે હું સંલગ્ન રહ્યો. દરમિયાન એમ.એ.ના પરીક્ષક તરીકે પણ એ યુનિવર્સિટીમાં મારી નિમણૂક થવા લાગી અને એના ગુજરાતી બોર્ડના સભ્ય તરીકે પણ મને નિયુક્ત કરવામાં આવ્યો. શ્રીમતી શારદાબહેન દીવાન ત્યારે રજિસ્ટ્રાર હતાં અને ઈશ્વરભાઈ કાજી ડેપ્યુટી રજિસ્ટ્રાર હતા. ઈશ્વરભાઈ કાજીને મારે વારંવાર મળવાનું થતું. તેઓએ હીરાબહેનની ભલામણથી તે વખતે મને એ યુનિવર્સિટીમાં કોઈકનું ગુજરાતીમાં લખેલું પુસ્તક ભાષાની દૃષ્ટિએ સુધારવા માટે આપ્યું. એ પુસ્તક તે બીજા કોઈનાં પુસ્તકમાંથી કરેલી સીધી ઉઠાંતરી છે એવું મેં જ્યારે ઈશ્વરભાઈ કાજીને બતાવ્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પુસ્તક સુધારવાનું આ કામ મને સોંપ્યું તે બદલ તેઓ રાજી થયા અને તે લખનાર લેખકને બોલાવીને તેમણે આ ઉઠાંતરી બતાવી અને આખોય ગ્રંથ ફરીથી નવેસરથી લખાવ્યો. આથી કાજીસાહેબ સાથે પણ મારે ગાઢ પરિચય થયો. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં હું ગયો હોઉં ત્યારે કાજીસાહેબને નમસ્તે કર્યા વિના પાછો ફરું તો તેમને માઠું લાગતું.
યુનિવર્સિટી ગ્રાંટ કમિશને મુંબઈ યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી માટે ગુજરાતી વિષયમાં પ્રોફેસરની પોસ્ટની મંજૂરી આપી, પરંતુ સરકારી કાર્યવાહીના કારણે તેનો અમલ થતાં તો પાંચેક વર્ષ નીકળી ગયાં. પરિણામે એ સ્થાનની ઉત્સુકતાપૂર્વક રાહ જોનાર એવા મનસુખલાલ ઝવેરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org