________________
૩૧૪
વંદનીય હૃદયસ્પર્શ સુંદરજી બેટાઈ વગેરે કેટલાક ધુરંધર પ્રાધ્યાપકો નિવૃત્તિવય વટાવી ચૂક્યા. એ સ્થાન તેમને મળ્યું નહિ. ગુજરાત યુનિવર્સિટીમાં ઉમાશંકર જોશીને પ્રોફેસરનું સ્થાન મળ્યું હતું. એટલે પ્રોફેસરના પદ માટેના ઉમેદવાર ઉમાશંકરની કક્ષાના હોવા જોઈએ એવી મોટી અપેક્ષા ત્યારે બંધાઈ હતી. એટલે આવું માનભર્યું પદ સહેલાઈથી કોઈના હાથમાં ન જવા દેવું એવી લાગણી વડીલ અધ્યાપકોમાં પ્રવર્તતી હતી. ત્રીસેક વર્ષ પહેલાંની એ પરિસ્થિતિ ઉપર આજના પ્રોફેસરોની કક્ષાના સંદર્ભમાં જયારે વિચાર કરીએ છીએ ત્યારે એ વખતે આપણાં વડીલ અધ્યાપકોએ કેવો અન્યાય ગુજરાતી ભાષાને અને સાથે સાથે આપણાં સમર્થ અધ્યાપકોને કર્યો હતો તે સમજાય છે.
૧૯૬૭-૬૮માં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં પ્રોફેસરોની પોસ્ટ માટે યુ.જી.સી.ની મંજૂરી મળી હતી. એ પોસ્ટની જાહેરાત થતાં હીરાબહેન તો એ માટે અરજી કરવાનાં જ હતાં, પરંતુ પ્રિન્સિપાલ ફાટકના આગ્રહથી મારે પણ એ પોસ્ટ માટે અરજી કરવાનું પ્રાપ્ત થયું હતું. મારી બહુ ઈચ્છા નહોતી. પરંતુ સંજોગો એવા ઊભા થયા હતા કે અરજી કરવી પડે તેમ હતી. એ માટે ઝાલાસાહેબની તથા હીરાબહેનની સંમતિ પછી જ મેં અરજી કરી હતી. એ દિવસોમાં હીરાબહેન માટે એક પ્રશ્ન એ ઊભો થયો હતો કે એમણે પોતાના શોધનિબંધ પછી નવું કોઈ સંશોધનકાર્ય કર્યું ન હતું. પ્રોફેસરની પોસ્ટ પ્રાપ્ત કરવા માટે આવું કંઈક સંપાદન-સંશોધન કરવું આવશ્યક હતું. હીરાબહેને એ વિશે મને વાત કરી. ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તાનું સંપાદન ઇન્ટરવ્યુ પહેલાં પ્રકાશિત કરવાની તેમની ઇચ્છા હતી. એ માટે તેમણે મારી સહાય માગી. ભારતીય વિદ્યા ભવનમાં બેસીને આ સંપાદન તૈયાર કરવામાં મેં તેમને સહાય કરી. એ વખતે હીરાબહેન પાસે નિખાલસતાથી એક વાત મેં રજૂ કરી કે, “હીરાબહેન, પ્રોફેસરની પોસ્ટ માટે હું પણ અરજી કરવાનો છું. એવો ઉલ્લેખ તમે ન કરો એવું હું ઇચ્છું છું, કારણકે પ્રિન્સિપાલ ફાટક તો એ વાતને જવળગી રહેશે કે હીરાબહેન કરતાં રમણલાલ શાહ ચડિયાતા છે.” હીરાબહેને એ વાત માન્ય રાખી.
એ દિવસોમાં મુંબઈમાં બે વ્યક્તિઓને પ્રોફેસરના પદ માટે અપાત્ર ઠરાવીને મુંબઈ યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીએ ભારે અન્યાય કર્યો હતો એમ ઘણાંને ત્યારે લાગ્યું હતું : (૧) ડૉ. કાન્તિલાલ બી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org