________________
૩૦૪
વંદનીય હૃદયસ્પર્શ બોલાશે નહિ એવો ઈશારો કરી તેઓ વર્ગ પૂરો કરી ઊભા થઈ જતા. પાઠકસાહેબ વિલ્સન કૉલેજની પાસે જ બે મિનિટના અંતરે રહેતા એટલે કેટલીક વખત અમે એમને ઘરે મળવા જતા અને ત્યારથી હીરાબહેન સાથે પણ પરિચય થયેલો.
૧૯૫૦માં એમ.એ. થયા પછી હું આરંભમાં પત્રકારત્વના ક્ષેત્રમાં અને ત્યાર પછી કૉલેજમાં અધ્યાપનના ક્ષેત્રમાં કામ કરતો રહ્યો હતો. એમ.એ. પછી મારે પીએચ.ડી.નો અભ્યાસ કરવો હતો. નળ-દમયંતીની કથાનો વિષય મારે પીએચ.ડી. માટે રાખવો એવી ભલામણ બળવંતરાય ઠાકોરે મને કરી હતી. “મનીષા' નામના મારા સૉનેટ-સંગ્રહના સંપાદન નિમિત્તે બળવંતરાયને ઘરે દર અઠવાડિયે જવાનું થતું. તેમણે નળદમયંતીની કથાનો વિષય સૂચવ્યો, પણ તેઓ ગાઈડ નહોતા. મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે મુંબઈમાં શરૂઆતનાં વર્ષોમાં એકમાત્ર પાઠકસાહેબ જ હતા. એટલે જે કોઈને પીએચ.ડી.નો અભ્યાસ કરવો હોય તેમણે પાઠકસાહેબ પાસે જ જવું પડે. મેં ૧૯૫૧માં ‘નળ અને દમયતીની કથાનો વિકાસ એ વિષય ઉપર પીએચ.ડી.નો અભ્યાસ કરવાનું વિચાર્યું એ માટે પાઠકસાહેબને મળવા ઘણી વાર ગયો હતો. મારા આ વિષયમાં પાઠકસાહેબને પોતાને પણ ઘણો રસ હતો.
પ્રેમાનંદ અને ભાલણના ‘નળાખ્યાન' ઉપરાંત રામચંદ્રસૂરિકૃત નલવિલાસ' નાટક વિશે એમણે અભ્યાસ કર્યો હતો. પરંતુ એમના માર્ગદર્શન હેઠળ હું વિધિસર મારો વિષય નોંધાવું તે પહેલાં તો તેઓ અવસાન પામ્યા. આ વિષયને નિમિત્તે પાઠકસાહેબને ૧૯૫૧થી ૧૯૫૫ના ગાળામાં ઘણી વાર મળવાનું થયું હતું. એટલું જ નહિ, કોઈ સભામાં કે રસ્તામાં તેઓ મળે ત્યારે મારા વિષયની ચર્ચા કરવા માટે ઊભા રહેતા. કોઈ વાર મારું ધ્યાન ન હોય તો સામેથી બોલાવતા. પરંતુ એવી દરેક વખતે હીરાબહેન વાતને વાળી લઈને મને કહેતા, “ભાઈ, ઘરે નિરાંતે મળવા આવજોને. અહીં મારે મોડું થાય છે.” હું કહેતો, ‘તમારા ઘરે જ્યારે આવીએ ત્યારે ચારપાંચ જણ બેઠાં હોય અને મારી વાત સરખી થાય નહિ. અહીં રસ્તામાં બીજું કોઈ હોય નહિ એટલે પાંચસાત મિનિટની વાતચીતમાં પણ ઘણું જાણવાનું મળે છે.” હું જોતો હતો કે પાઠકસાહેબ વાત કરવા ઘણા ઉત્સાહી રહેતા અને હીરાબહેનના અટકાવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org