________________
૩૦૮
વંદનીય હૃદયસ્પર્શ માંહોમાંહે વ્યક્ત કરતા. બે વડીલ સાહિત્યકારોને અંદરોઅંદર બોલતા એક વખત મેં સાંભળ્યા હતા કે, “હીરાબહેન પાઠકસાહેબનું એટલું બધું ધ્યાન રાખે છે કે જાણે તેઓ તેમને અત્તરના હોજમાં નવડાવતાં ન હોય !” તો બીજા સાહિત્યકારે કહ્યું, ‘ભલેને અત્તરના હોજમાં નવડાવે. એમાં આપણું શું જાય છે? પરંતુ તેઓ નવડાવતાં નવડાવતાં અત્તરના હોજમાં ડુબાડી ન દે તો સારું !”
હૃદયરોગની બીમારી ચાલુ થયા પછી પાઠકસાહેબે નિયમિત ફરવાનું ચાલુ કર્યું હતું. તેઓ પોતાના ઘરેથી સાંજે કોઈ વાર હીરાબહેન સાથે તો કોઈ વાર એકલા ફરવા નીકળી જતા અને બાબુલનાથના વિસ્તારમાં એક-બે કિલોમીટર જેટલું ચાલીને પાછા આવતા. પાઠકસાહેબને ઘરની બહાર જવું બહુ ગમે, પરંતુ હૃદયરોગની બીમારી પછી મુંબઈમાં બહાર જવાની એટલી અનુકૂળતા નહોતી. મુંબઈમાં પણ જયાં દાદર ચડવાનો હોય તેવી જગ્યાએ તેઓ જવાનું નિવારતા. એ દિવસોમાં મુંબઈમાં લેખકમિલનની પ્રવૃત્તિ સારી રીતે ચાલતી. પીતાંબર પટેલ એના મંત્રી હતા. તેઓ પાઠકસાહેબના વિદ્યાર્થી હતા. એટલે પાઠકસાહેબનાં વ્યાખ્યાનો તેઓ વારંવાર ગોઠવતા. લેખકમિલન પાસે એટલું ભંડોળ નહોતું કે હોલના ભાડાના રૂપિયા ખર્ચીને વ્યાખ્યાનની પ્રવૃત્તિ ચલાવે. વળી ત્યારે એવી પ્રણાલિકા પણ નહોતી. આથી અમારી ઝેવિયર્સ કૉલેજના વ્યાખ્યાનખંડમાં લેખક-મિલનનાં વ્યાખ્યાનો યોજાતાં. તે ઘણુંખરું પહેલા કે બીજે માળે રાખવામાં આવતાં. પરંતુ પાઠકસાહેબનું જ્યારે વ્યાખ્યાન હોય ત્યારે હીરાબહેનના આગ્રહથી ભોંયતળિયે કેમિસ્ટ્રીનો રૂમ અમે ખોલાવતા કે જેથી કરીને પાઠકસાહેબને દાદરો ચડવો પડે નહિ.
ફરવાનું સારી રીતે મળે અને ચિત્ત બીજી વાતમાં પરોવાય તથા હળવું થાય એવા આશયથી હીરાબહેને પાઠકસાહેબ માટે એક સરસ ઉપાય શોધી કાઢ્યો હતો. તેઓ સવારે કે સાંજે બાબુલનાથની એચ રૂટની (હાલ ૧૦૩ નંબરની) ખાલી બસમાં બેસે અને ઠેઠ કોલાબા કે આર. સી. ચર્ચ સુધી એક કલાકે પહોંચે. ત્યાં તેઓ બસની અંદર જ બેસી રહે અને એ જ બસમાં પાછા બાબુલનાથ આવી પહોંચે. આવી રીતે તેઓ જુદે જુદે સ્થળે જતાં અને એ જ બસમાં પાછા ફરતાં. જવાનું પ્રયોજન બીજું કંઈ જ નહિ. બસ-રાઇડમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org