________________
હીરાબહેન પાઠક
૩૯ આ રીતે તેમના ત્રણેક કલાક આનંદમાં પસાર થતા. દરેક સ્ટૉપ ઉપર મુસાફરોની ચડ-ઊતર, અવર-જવર જોવા મળે. વૃદ્ધાવસ્થામાં પાઠકસાહેબ માટે મુંબઈ નગરીના જીવનમાં આ એક સારો ઉપાય હતો. ૧૯૫૫માં પાઠકસાહેબનું અવસાન થયું તે દિવસે પણ તેઓ બસમાં ફરી પાછા બાબુલનાથ ઊતર્યા અને ત્યાંથી ચાલતાં ચાલતાં ઘર પાસે પહોચવા આવ્યા તે પહેલાં જ મકાનના દરવાજા પાસે તેમને હૃદયરોગનો મોટો હુમલો આવ્યો. તેઓ ત્યાં જ અવસાન પામ્યા. એ પ્રસંગે હીરાબહેને ઘણું કલ્પાંત કર્યું હતું. ત્યારપછી પાઠકસાહેબના શબને જ્યારે લઈ જવામાં આવ્યું હતું ત્યારે પણ હીરાબહેન શબને વળગી પડ્યાં હતાં, અને આર્તસ્વરે બોલતાં હતાં, “હું તમને નહિ લઈ જવા દઉં. તમે મને મૂકીને કેમ ચાલ્યા જાવ છો?”
હીરાબહેનને આ ઘટનાથી કેટલો ઊંડો આઘાત લાગ્યો હતો તેની ત્યારે પ્રતીતિ થઈ હતી.
- પાઠકસાહેબના અવસાન પછી હીરાબહેન ઘણાં વ્યાકુળ રહેતાં. સાંત્વન માટે તેઓ તત્ત્વજ્ઞાનના ગ્રંથો વાંચતાં, પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથોનું રહસ્ય સહેલાઈથી સમજાતું નહિ, કારણ કે કૉલેજના અભ્યાસ દરમિયાન એમણે સંસ્કૃતનો વિષય રાખ્યો નહોતો. એ અરસામાં એકાદ વખત ઉમાશંકર જોશીએ હીરાબહેનને કહેલું કે “તમારે ઉપનિષદો વાંચવા હોય તો પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા પાસે જજો. હું પણ ભલામણ કરીશ.” ઉમાશંકરે ઝાલાસાહેબને એ માટે ભલામણ કરી. આથી હીરાબહેને ઝાલાસાહેબના ઘરે સ્વાધ્યાય માટે નિયમિત જવાનું ચાલુ કર્યું. આ પ્રકારના અધ્યયનથી એમને મનની ઘણી શાંતિ મળી. પછી તો ઝાલાસાહેબ સાથે એમને ઘર જેવો સંબંધ થઈ ગયો. ઝાલાસાહેબના વિદ્યાર્થી તરીકે અને કૉલેજમાં સહ-અધ્યાપક તરીકે મારે પણ પિતાતુલ્ય એવા ઝાલાસાહેબના ઘરે ઘણી વાર જવાનું થતું. હીરાબહેન ત્યાં મળતાં. અમારી ઝેવિયર્સ કૉલેજની સંસ્કૃત વિષયની એક વિદ્યાર્થિની બહેન મીનળ વોરા એક કૉલેજમાં સંસ્કૃત વિષયની અધ્યાપિકા થઈ હતી. તે પણ ઝાલાસાહેબને મળવા આવતી. મીનળ પોતે મોટરકાર ચલાવે. એટલે મુંબઈના કોઈ સાહિત્યિક કાર્યક્રમમાં અમારે જવાનું હોય તો મીનળ અમને ત્રણને લેવા આવે અને પાછાં ફરતાં ઘરે મૂકી જાય. અમારો સાહિત્યિક સંગાથ આ રીતે ઘણાં વર્ષો સુધી ચાલ્યો. ઝાલાસાહેબના અવસાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org