________________
૩૧૦
વંદનીય હૃદયસ્પર્શ પછી પણ બહેન મીનળ અને હીરાબહેન વર્ષો સુધી સાથે જતાં-આવતાં રહેતાં.
પ્રો. ગૌરીપ્રસાદ ઝાલાના સ્વર્ગવાસ પછી એમની સ્મૃતિ રહે એ માટે કશુંક કરવું જોઈએ એવું એમના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોને લાગ્યું અને ઓછામાં ઓછું, ઝાલાસાહેબના લેખો ગ્રંથસ્થ થવા જોઈએ તેમજ એ માટે ફંડ એકઠું કરવું જોઈએ એવો નિર્ણય કરી “પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા સ્મારક સમિતિ'ની અમે રચના કરી. એની કેટલીક બેઠકો હીરાબહેનના ઘરે યોજવામાં આવતી. ગૌરીપ્રસાદ ઝાલાના અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં લખાયેલાં તમામ લખાણો પ્રગટ થઈ ચૂક્યાં. તે પછી સ્મારક સમિતિનું કશું કામ ન રહેતાં એના વિસર્જન માટેની છેલ્લી બેઠક પણ હીરાબહેનના ઘરે રાખવામાં આવી હતી.
અમે એ દિવસોમાં ચોપાટી રહેતાં હતાં. એટલે પાંચેક મિનિટના અંતરે પગે ચાલીને હું અને મારાં પત્ની સાંજે હીરાબહેનને ઘણી વાર મળવા જતાં. ત્યારે અમારા કોઈને ઘરે ટેલિફોન નહોતો. હીરાબહેન ઘરમાં છે કે નહિ તેની નીચેથી જ ખબર પડી જતી. તેઓ ઘરમાં હોય તો તેમની ગેલેરીની જાળી ખુલ્લી હોય અને લાઇટ ચાલુ હોય. પાઠકસાહેબને હીંચકાનો બહુ શોખ હતો અને તેમના ગયા પછી હીરાબહેને પણ હીંચકે બેસીને લખવા-વાંચવાનું ચાલુ રાખ્યું હતું.
હીરાબહેન સાંજના ચોપાટી બાજુ ફરવા નીકળે તો અમારે ઘરે આવી ચડતાં. તેમને ગાવાનું બહુ ગમે. અમારે ત્યાં આવે ત્યારે એકાદ-બે ગીત ગાયાં હોય. અમે કેટલીક વાર વિરાર પાસે આવેલા અગાશી તીર્થની યાત્રાએ જતાં. હીરાબહેન અમારી સાથે અગાશીની યાત્રાએ પણ આવતાં.
પાઠકસાહેબના અવસાન પછી હીરાબહેને “પરલોકે પત્ર’ એ શીર્ષકથી પાઠકસાહેબને સંબોધીને વનવેલી છંદમાં કવિતા રૂપે પત્રો લખવા ચાલુ કર્યા હતા. એમની એ રચનાઓએ ગુજરાતી સાહિત્યકારોનું સારું એવું ધ્યાન ખેંચ્યું હતું. એ પત્રો ગ્રંથરૂપે પ્રગટ થયા ત્યારે એ માટે હીરાબહેનને પારિતોષિકો પણ મળ્યાં હતાં. એ દિવસોમાં હીરાબહેનની સંવેદનશક્તિ એટલી ખીલી હતી કે તેઓ સાચાં કવયિત્રી બની ગયાં હતાં. પોતાના ઘરે જે કોઈ મળવા આવે તેને પોતાની નવી લખેલી પંક્તિઓ સંભળાવતાં. તેઓ વહેલી સવારે પાંચક વાગે ઊઠી જતાં અને જાતે દૂધ લેવા જતાં. તે વખતે દૂધની લાઇનમાં ઊભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org