________________
ફાધર બાલાશેર
૨૭૭ કૉલેજની ઘણી સારી પ્રગતિ સાધી. એમણે કૉલેજના પરિસરમાં ઘણી નવી નવી સગવડો ઊભી કરી. વિદ્યાર્થીઓ માટે શૌચાલયની પૂરતી સગવડ પણ નહોતી અને જીમખાનાની સગવડ નહોતી. તો તે માટે નવું મકાન કરાવ્યું. વૃદ્ધ અધ્યાપકો માટે લિફટની વ્યવસ્થા કરી. સ્ટાફના દરેક સભ્યને પોતાનું સ્વતંત્ર લોકર હોવું જોઈએ એ રીતે નવાં લોકર બનાવડાવ્યાં. સ્ટાફરૂમમાં ટેલિફોન અને ચા-પાણીની વ્યવસ્થા કરાવી. વિદ્યાર્થીઓ માટે મોટી કેન્ટીન કરાવી. એમણે કૉલેજમાંનાં વિદ્યાર્થીઓનાં જૂનાં મંડળોને વધુ સક્રિય કર્યા અને સોશિયલ સર્વિસ લીગ વગેરે કેટલાંક નવા મંડળો શરૂ કરાવ્યાં. રમતગમતમાં કૉલેજને આંતરકૉલેજ સ્પર્ધામાં પ્રથમ સ્થાન અપાવ્યું. સ્ટાફની બાબતો માટે સ્ટાફ કાઉન્સિલની અને વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે સ્ટ્રેડર્સ કાઉન્સિલની રચના કરી અને એની વખતોવખત મળતી દરેક મિટિંગમાં પોતે જાતે હાજર રહેવા લાગ્યા. એમણે વિદ્યાર્થીઓને લોકશાહી પદ્ધતિની તાલીમ મળે એટલા માટે “Mock Parliament' નામની પ્રવૃત્તિ ચાલુ કરી, જે જોવા માટે બહારના પણ ઘણા માણસો આવતા. કૉલેજના મૅગેઝિનમાં ગુજરાતી, મરાઠી અને હિંદી ભાષાના વિભાગ દાખલ કરાવ્યા. કૉલેજ મૅગેઝિન ઉપરાંત ઝવરિયન' નામનું માસિક બુલેટિન વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ કરાવ્યું. આવી તો ઘણી બધી નવી પ્રવૃત્તિઓ પોતાની સૂઝ, મૌલિક દષ્ટિ, ઉત્સાહ વગેરે દ્વારા એમણે શરૂ કરાવી. તેઓ પોતે યુનિવર્સિટીની જુદી જુદી સમિતિઓમાં સક્રિયપણે ભાગ લેવા લાગ્યા. બે-ત્રણ વર્ષમાં તો ચારે બાજુ ઝેવિયર્સ કોલેજનું નામ ગાજતું થઈ ગયું. ગોરા, ઊંચા, લંબગોળ ચહેરો અને ધારદાર આંખોવાળા ફાધરના ઉચ્ચારો ફ્રેન્ચ લોકોની જેમ અનુનાસિક હતા, પણ તે પ્રિય લાગે એવા હતા. રમૂજ કરવાના એમના સ્વભાવને લીધે એમના સાંનિધ્યમાં એમની ઉપસ્થિતિનો બોજો લાગતો નહિ. તેઓ લખે ત્યારે એમની પેન આંગળીના ટેરવાં પાસે નહિ, પણ બીજા વેઢા પર રહેતી. કોઈ પણ પ્રસંગે બોલવા માટે એમને પૂર્વતૈયારીની જરૂર રહેતી નહિ. તેમની ગ્રહણશક્તિ અને અભિવ્યક્તિ સતેજ હતી. સેંકડો વિદ્યાર્થીઓને તેઓ નામથી ઓળખતા.
અમારી ઝેવિયર્સ કૉલેજમાં જ્યારે ફાધર કોઇન આચાર્ય હતા ત્યારે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ માર્ટ્સ પ્રમાણે સીધો અપાઈ જતો. માત્ર કેટલાક વિદ્યાર્થીઓની તે માટે મુલાકાત લેવાતી હતી. ત્યારે ઝેવિયર્સમાં દાખલ થવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org