________________
૨૮૦
વંદનીય હૃદયસ્પર્શ લાગતા. કૉલેજની પ્રવૃત્તિઓમાં એક યશકલગીરૂપ આ કાર્યક્રમ બની ગયો હતો. એનો યશ ફાધર બાલાગેરના ફાળે જાય.
૧૯૫૦માં હું ગુજરાતી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયો. ગુજરાતી વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવવા છતાં કોઈ કૉલેજમાં અધ્યાપક તરીકેની નોકરી મળી નહિ. એટલે પત્રકારત્વના ક્ષેત્રમાં હું જોડાયો. મુંબઈમાં “જનશક્તિ' નામના વર્તમાનપત્રના તંત્રી વિભાગમાં મેં જવાબદારી સ્વીકારી લીધી. નોકરીને છએક મહિના થયા હશે ત્યાં એક દિવસ મારા પ્રોફેસર શ્રી મનસુખલાલ ઝવેરી મને “જનશક્તિમાં મળવા આવ્યા. મને આશ્ચર્ય થયું. એટલે પૂછ્યું, “જૂનથી ઝેવિયર્સમાં ગુજરાતીના લેક્ટર તરીકે જોડાવ ખરા? અમે તમારું નામ સૂચવ્યું છે અને ફાધર તમને સારી રીતે ઓળખે છે. એમની પણ ઈચ્છા છે કે તમે ઝેવિયર્સમાં જોડાવ.”
મને જનશક્તિમાં લેક્ઝરર કરતાં પણ વધુ પગાર મળતો હતો, પણ કૉલેજમાં લેક્ટર૨ તરીકે સ્થાન મળતું હોય તો એ વધારે ગમતી વાત હતી. મારા અધ્યાપકો પ્રો. મનસુખભાઈ ઝવેરી અને પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા સાથે હું ફાધર બાલાશેરને મળ્યો. ફાધરે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. ફાધરે દરખાસ્ત મૂકી. “તમે જુવાન છો, નાની ઉંમરના છો. મારી તમને વિનંતી છે કે તમે સાથે એન.સી.સી.માં ઑફિસર તરીકે પણ જોડાવ.” મેં તે માટે સંમતિ આપી અને પૂના જઈ એન.સી.સી. માટે ઇન્ટરવ્યુ પણ આપી આવ્યો. પસંદગી થઈ અને માર્ચથી જૂન સુધી બેલગામના લશ્કરી મથકમાં તાલીમ લેવાનું પણ ગોઠવાઈ ગયું.
ઘણી સંસ્થાઓમાં બને છે તેમ એના મોવડીઓ કરતાં એનો કર્મચારીગણ વધુ ચતુર હોય છે. ફાધર સાથે બધી વાતચીત બરાબર થઈ ગઈ હતી, પરંતુ મારા હાથમાં એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો ત્યારે તે પાર્ટટાઇમ લેક્ટરરનો હતો. હું ફાધર પાસે પહોંચ્યો. ફાધરે હેડક્લાર્કને બોલાવ્યો. એણે કહ્યું, “પ્રો. શાહનું અધ્યાપનકાર્ય તો ર૦મી જૂનથી થશે. એન.સી.સી.ની તાલીમ માટે આપણે ચાર મહિના અગાઉથી એપોઇન્ટમેન્ટ આપવી પડે છે. આ ચાર મહિનાનો પગાર તો વગર ભણાવ્યે જ કૉલેજને આપવો પડે છે. એટલે હાલ પાર્ટટાઈમ એપોઈન્ટમેન્ટ આપી છે.'
મેં કહ્યું, “કૉલેજે વગર ભણાવ્યું એ પગાર આપવો પડે છે. પરંતુ હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org