________________
ફાધર બાલાગેર
૨૮૭
ભારતમાં જ રહ્યા. છેલ્લાં કેટલાક વર્ષોથી યુરોપથી અને તેમાં પણ ખાસ કરીને સ્પેનથી આવેલા ફાધરોને નિવૃત્ત થયા પછી પોતાના વતનમાં ફરજ સોંપવામાં આવે છે. એ રીતે કેટલાક ફાધરો નિવૃત્ત થઈને પાછા સ્પેન ચાલ્યા ગયા છે અને ત્યાં તેઓ પોતાને સોંપવામાં આવેલી ફરજો બજાવે છે. પરંતુ ફાધર બાલાગેર ભારતમાં જ રહ્યા.
સામાન્ય રૉમન કૅથોલિક સંપ્રદાયમાં જેસ્યુઇસ્ટ પાદરી કે સાધ્વી તરીકે બાળબ્રહ્મચારીની જ પસંદગી થાય છે. એટલે પંદર-સત્તર વર્ષની ઉંમરનાં છોકરાં-છોકરીઓને પસંદ કરવામાં આવે કે જેથી ગૃહસ્થજીવનમાં તેઓ દાખલ થવાનો વિચાર સેવે તે પહેલાં તેઓ પાદરી બની ગયાં હોય. અન્ય કેટલાક ખ્રિસ્તી સંપ્રદાયમાં પરણેલી વ્યક્તિ પણ ગૃહસ્થ જીવન છોડીને સાધુસાધ્વી થઈ શકે છે.
છેલ્લા કેટલાક દાયકાથી રોમન કૅથોલિક સંપ્રદાયના પાદરીઓને અને સાધ્વીઓને માટે ધાર્મિક વિધિ સિવાય ઝભ્ભો પહેરવાનું ફરજિયાત રહ્યું નથી. રસ્તામાં તેઓ ચાલ્યા જતા હોય તો અજાણ્યાને ખબર ન પડે કે આ કોઈ ખ્રિસ્તી પાદરી છે. પરંતુ જૂની પેઢીના ઘણા પાદરીઓએ પોતાના ઝભ્ભાનો ત્યાગ કર્યો નથી. ફાધર બાલાગેર પણ જૂની પ્રણાલિકાના ફાધર હતા. એમણે જીવનના અંત સુધી પોતાના પાદરી તરીકેના પહેરવેશને જ ચાલુ રાખ્યો હતો.
૯૧ વર્ષની ઉંમર પછી ફાધરનું શરીર ઘસાવા લાગ્યું હતું. ૯૩ વર્ષની ઉંમરે એમને ચાલવામાં તકલીફ પડવા લાગી હતી. તેઓ લાકડી લઈને ધીરે ધીરે ડગલાં માંડતા હતા. કોઈક કહેતું કે, ‘ફાધર, તમારે લાકડી લેવી પડે છે ?’ તો ફાધર પ્રસન્નતાથી કહેતા કે, ‘ભાઈ, ૯૩ વર્ષે આ શરીર પાસે આથી વધારે શી અપેક્ષા રાખી શકાય ? આટલી મોટી ઉંમરે શરીર ટકી શક્યું છે એ જ આનંદની વાત છે.'
ફાધર બાલાગે૨ને એક વખત પૂછવામાં આવ્યું કે, ‘તમે સ્પેનથી આવીને જીવનપર્યંત ભારતની સેવા કરી છે તો ભારત તમારા માટે શું કરી શકે ?'
ફાધરે કહ્યું, ‘મેં મારું કર્તવ્ય બજાવ્યું છે. હું ભારતવાસી થઈને રહ્યો છું. ભારતીય સંસ્કારો મારા લોહીમાં આવ્યા છે. ભારત પાસેથી બદલાની કોઈ આશા મારે રાખવાની ન હોય. મારે જો માગવાનું હોય તો એટલું જ માગું કે મારા મૃત્યુ વખતે મારા શરીરને દફનાવવા માટે છ ફૂટની જગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org