________________
ડૉ. ભોગીલાલ સાંડેસરા
૨૯૩
વડોદરા રાજ્યની ગણના થતી હતી. સયાજીરાવનું એ સ્વપ્ન હતું કે પોતાના રાજ્યમાં એક યુનિવર્સિટીની સ્થાપના થાય. એમણે આજથી સિત્તેર વર્ષ પહેલાં એક કરોડ રૂપિયા જેટલી મોટી રકમ યુનિવર્સિટીની સ્થાપના માટે અનામત ફાળવી રાખી હતી, પરંતુ અંગ્રેજ શાસનકાળ દરમિયાન એ યુનિવર્સિટી થઈ શકી નહિ. ભારતને આઝાદી મળ્યા પછી વડોદરા શહેરની જુદી સ્વતંત્ર ‘મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી'ની સ્થાપના થઈ, અને એના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે શ્રીમતી હંસાબહેન જીવરાજ મહેતાની નિયુક્તિ થઈ હતી. ત્યાર પછી મુંબઈ અને ગુજરાત યુનિવર્સિટીમાં યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અનુસાર ગુજરાતી વિષયના પ્રોફેસરનો હોદ્દો સર્વપ્રથમ સયાજીરાવ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો. પગાર તથા ગૌરવની દષ્ટિએ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનો આ સર્વોચ્ચ હોદ્દો હતો. એ માટે કોની નિમણૂક થાય છે તે જાણવા ગુજરાતનું સાહિત્ય જગત અને અધ્યાપકજગત ઉત્સુક હતાં. સૌને એમ હતું કે આવું ઊંચું પદ શ્રી ઉમાશંકર જોશીને મળી શકે. પરંતુ એ દિવસોમાં કલમને આધારે જીવનારા કવિ ઉમાશંકર જોશીએ એવો આગ્રહ રાખ્યો હતો કે પોતે યુનિવર્સિટીમાં અરજી નહિ કરે, પરંતુ યુનિવર્સિટી જો સામેથી નિમંત્રણ આપે તો પોતે જોડાવા તૈયાર છે.
૧૯૫૦માં વડોદરામાં લેખક-મિલનનું આયોજન થયું હતું. તેમાં ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, જયંતી દલાલ વગેરે નામાંકિત સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રસિદ્ધ નવલકથાકાર અને વડોદરા રાજ્યના માજી સુબા શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ યજમાન સમિતિના અધ્યક્ષ હતા. વડોદરાના લેખક-મિલન પછી ડભોઈમાં દયારામ જયંતીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને ત્યારપછી ચાણોદ-કરનાળી તીર્થની યાત્રાનો કાર્યક્રમ પણ ગોઠવાયો હતો. એમ.એ.ની પરીક્ષા આપીને હું એ કાર્યક્રમમાં જોડાયો હતો. ડભોઈના કાર્યક્રમમાં રમણલાલ દેસાઈએ સભાને સંબોધતાં વચ્ચે એવું કહ્યું કે કવિ ઉમાશંકર જોશી એક સાધુપુરુષ જેવા છે. એમણે આવો ઉલ્લેખ કેમ કર્યો હશે તેની સાહિત્યકારોમાં પછી ચર્ચા ચાલી અને જાણવા મળ્યું કે ૨મણલાલ દેસાઈએ ઉમાશંકરને વડોદરા યુનિવર્સિટીમાં પ્રોફેસરના હોદ્દા માટે અરજી કરવા ઘણો આગ્રહ કર્યો. તેઓ હંસાબહેનની સાથે પસંદગી સમિતિમાં હતા. પરંતુ ઉમાશંકરે એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. યુનિવર્સિટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org