________________
ફાધર બાલાગેર
૨૭૯
એક વખત કૉલેજમાં દાખલ થવા આવેલા બહારગામના એક વિદ્યાર્થીની મુલાકાત લેતાં ફાધરે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, ‘મારા પંચ્યાશી ટકા કરતાં પણ વધારે માર્ક્સ છે એટલે સ્કૂલમાં પણ તારો પહેલો નંબર હશે !’ ‘ના, સ્કૂલમાં મારો બીજો નંબર છે.’ વિદ્યાર્થીએ કહ્યું. ‘તો પહેલે નંબરે આવનારના કેટલા ટકા માર્ક્સ છે ?'
‘એના તો નેવ્યાશી ટકા માર્ક્સ છે. એ તો બહુ જ હોશિયાર વિદ્યાર્થી છે.’ ‘તો એ કઈ કૉલેજમાં દાખલ થવાનો છે ?’
‘ના, એ તો ભણવાનો જ નથી.'
‘કેમ ?’
‘એ બહુ ગરીબ છોકરો છે. એની પાસે ભણવાના પૈસા જ નથી.’ ફાધર એક મિનિટ વિચારમાં પડી ગયાં... એક તેજસ્વી છોકરો ગરીબીને કારણે આગળ ભણી નહિ શકે. ફાધરે કહ્યું, ‘તું મને એ છોકરાનું નામ અને સરનામું કાગળ પર લખી આપ.’ ફાધરે તરત ને તરત ક્લાર્કને બોલાવી તે જ વખતે એ છોકરાને Reply Paid Express તાર કરાવ્યો. તારમાં જણાવ્યું કે જવા-આવવાનું ભાડું, કૉલેજની ફી, હૉસ્ટેલમાં રહેવાનો ખર્ચ વગેરે આપવામાં આવશે, માટે તરત મુંબઈ આવીને મળી જા.’
છોકરો આવી પહોંચ્યો. ગરીબ અને ગભરુ હતો, પણ ઘણો જ તેજસ્વી હતો. ફાધરે એને કૉલેજમાં દાખલ કર્યો અને બધી જ સગવડ કરી આપી. આ વાત જ્યારે અમે સ્ટાફના અધ્યાપકોએ જાણી ત્યારે ફાધરના માનવતાવાદી કરુણાભર્યા કાર્યની ભારે અનુમોદના કરી.
ત્રીજી ડિસેમ્બર એટલે કૉલેજનો વાર્ષિક દિવસ, કા૨ણ કે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો એ જન્મદિવસ. એ દિવસે કૉલેજમાં રજા પડે. પહેલાંના વખતમાં એ દિવસે બીજી કંઈ પ્રવૃત્તિ રહેતી નહિ. ફાધર બાલાગેરે એ દિવસને વધુ મહિમાવંતો બનાવ્યો. એ દિવસે સાંજે ઇનામવિતરણનો કાર્યક્રમ રાખ્યો. સાથે મનોરંજનનો કાર્યક્રમ પણ હોય. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ નિમંત્રણ અપાય. એકાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીને જ અતિથિવિશેષ તરીકે બોલાવાય. કૉલેજના હજારેક જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે એ માટે કમ્પાઉન્ડમાં ખુલ્લામાં મંચ બાંધી ઠાઠમાઠથી કાર્યક્રમ યોજાવા લાગ્યો. પછી તો મહિના અગાઉથી બધી તૈયારીઓ થવા લાગતી. વિદ્યાર્થીઓ પણ ઉત્સુકતાથી એ દિવસની રાહ જોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org