________________
૨૮૨
વંદનીય હૃદયસ્પર્શ
છું. આ મારી માતૃસંસ્થા છે અને એને માટે મને અત્યંત પ્રેમ છે. મને અહીં ભણાવવું ગમે છે પરંતુ મારે મારા કુટુંબનું પણ જોવું જોઈએ. અમે સાધારણ સ્થિતિના માણસો છીએ. મારાં માતા-પિતા પૂછે છે કે વધારે પગારની નોકરી છોડીને ઓછા પગારની નોકરી મારે શા માટે ચાલુ રાખવી જોઈએ ?’
ફાધરે કહ્યું, ‘એ બધું સાચું, પણ કૉલેજ આમાં કશું કરી શકે એમ નથી. હું એ માટે દિલગીર છું.'
‘તો ફાધર, મારે આપણી કૉલેજની નોકરી છોડી દેવી પડશે. હું કેટલા બધા ભાવથી કૉલેજમાં જોડાયો અને હવે દુઃખ સાથે મારે કૉલેજ છોડવી પડશે. મારા ઘરની આર્થિક સ્થિતિ જોતાં હું પાર્ટટાઇમ નોકરી ચાલુ રાખી શકીશ નહિ.’ આટલું બોલતાં બોલતાં તો મારી આંખમાંથી દડદડ દડદડ આંસુ સરી પડ્યાં. હું ઊભો થઈ ગયો. ફાધર પણ ઊભા થઈ ગયા. તેઓ બોલ્યા, ‘પ્રો. શાહ, લાગણીવશ ન થાઓ.’
હું અસ્વસ્થ ચિત્તે સ્ટાફ રૂમમાં આવીને બેઠો. દસેક મિનિટ થઈ હશે ત્યાં સંદેશો આવ્યો કે ‘ફાધર તમને બોલાવે છે.' હું પહોંચ્યો. ફાધરે મને બેસાડ્યો અને મારા હાથમાં પત્ર આપતાં કહ્યું, ‘પ્રો. શાહ, તમે મારા હૃદયને હલાવી નાખ્યું. તમારે માટે તરત જ ફુલટાઇમ એપૉઇન્ટમેન્ટનો લેટર ટાઇપ કરાવી નાખ્યો. આ તમારો એપૉઇન્ટમેન્ટ લેટર. આ કૉલેજ માટેની તમારી લાગણી મને સ્પર્શી ગઈ છે. તમારા કામ માટે મને બહુ આદર છે. એન.સી.સી.માં પણ તમારું કામ વખણાય છે. આશા રાખું છું કે હવે તમારે બીજે ક્યાંય જવાનો વિચાર નહિ કરવો પડે.’
ફુલટાઇમ એપૉઇન્ટમેન્ટનો પત્ર મળતાં ફરી મારી આંખમાંથી આંસુ
વહ્યાં.
સ્ટાફ રૂમમાં આવી મનસુખભાઈ તથા ઝાલાસાહેબને એપૉઇન્ટમેન્ટનો પત્ર મેં વંચાવ્યો. તેઓ બંનેને બહુ આશ્ચર્ય થયું. તેઓએ કહ્યું, ‘અમે ફાધર સાથે ઘણી માથાકૂટ કરીને થાક્યા અને તમારા જવાથી આ પત્ર તરત આપી દીધો !'
મેં જે પ્રમાણે બન્યું તે કહ્યું. સમસ્યાનો સુખદ અંત આવ્યો એ માટે
તેઓએ પણ પોતાનો હર્ષ વ્યક્ત કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org