________________
લાડકચંદભાઈ વોરા
૨૫૫ છે કે કેમ તેની કાળજી રાખવા માટે પોતાના પુત્ર દિલીપભાઈને ખાસ સૂચના આપતા. અમે આશ્રમમાં લેખનકાર્ય માટે જતાંએટલે સ્વાધ્યાયમાં ઉપસ્થિત રહેવાનું અમારે માટે કોઈ બંધન રાખતા નહિ અને કોઈ વિશિષ્ટ સ્વાધ્યાય કે પ્રસંગ હોય તો અગાઉથી જણાવતા અને પોતાની પાસે બેસાડતા. દર મહિનાની સુદ પાંચમ સુધીમાં દેરાસરમાં નવસ્મરણ બોલાય. અમે જયારે આશ્રમમાં હોઈએ ત્યારે નમિઉણ સ્તોત્ર, અજિતશાંતિ, ભક્તામર અને બૃહશાન્તિ મને કંઠસ્થ હોવાથી તેમાંથી કોઈ પણ એક સૂત્ર બોલવા માટે ખાસ યાદ રાખીને આગલે દિવસે કહેવડાવી દેતા.
અમે કોઈ કોઈ વખત દિવાળી પર્વ દરમિયાન આશ્રમમાં રહેતાં. એ પર્વની ઉજવણી પણ સરસ રીતે થતી. મહાવીર સ્વામીના નિર્વાણકાળની માળા રાતના બાર પછી અને ગૌતમ સ્વામીના કેવળજ્ઞાનના સમયની માળા સવારે પાંચ-છ વાગ્યે કરતા. બાપુજી આ ઉંમરે પણ રાતનો ઉજાગરો વેઠતા અને બધા કાર્યક્રમોમાં ઉલ્લાસપૂર્વક ભાગ લેતા.
તીર્થયાત્રા પણ બાપુજીની એક પ્રિય પ્રવૃત્તિ હતી. એટલે આશ્રમ તરફથી વખતોવખત તીર્થયાત્રાનું આયોજન થતું. છેલ્લાં બે-એક વર્ષમાં તેમને અવારનવાર તાવ આવતો અને માંદગી રહેતી તે સિવાય તેઓ હમેશાં અમે જ્યારે સાયલા આશ્રમમાં ગયાં હોઈએ ત્યારે પાસે આવેલા ડોળિયાની યાત્રાએ અચૂક લઈ જતા. ડોળિયા જવા માટે તો આશ્રમમાંથી જ સવારે પૂજાનાં કપડાં પહેરીને જતાં અને દોઢ-બે કલાકમાં પાછાં આવી જતાં. બાપુજીને અમારે માટે કેટલી બધી લાગણી હતી તેનો ત્યારે પ્રત્યક્ષ અનુભવ થતો.
શિક્ષામૃત'નું કાર્ય ચાલતું હતું તે દરમિયાન એક દિવસ બાપુજીએ સ્વાધ્યાયના કાર્યક્રમ દરમિયાન મને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત “અધ્યાત્મસાર'ના થોડા શ્લોકો સમજાવવાનું કાર્ય સોંપ્યું. આશ્રમ તરફથી પ્રકાશિત “અધ્યાત્મસાર' (વીરવિજયજીના ટબા સહિત)ના ગ્રંથમાં એટલી બધી છાપભૂલો રહી ગઈ હતી કે જુદું શુદ્ધિપત્રક છપાવવું પડ્યું હતું અને એમાં પણ કેટલીક અશુદ્ધિઓ રહી ગઈ હતી. “અધ્યાત્મસારના સ્વાધ્યાય પછી બાપુજીએ મને એના વિશે નવેસરથી અનુવાદ અને વિવરણનો ગ્રંથ તૈયાર કરી આપવા માટે કહ્યું. મેં એ માનદ્ કાર્ય સહર્ષ સ્વીકાર્યું. કામ ધાર્યા કરતાં ઘણું મોટું અને ઠીક ઠીક સમય માંગી લે એ પ્રકારનું હતું. તો પણ સવા ત્રણસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org