________________
૩૩ પંડિત દલસુખભાઈ માલવણિયા
ખ્યાતનામ પ્રકાંડ જૈન પંડિત, પદ્મવિભૂષણ, શ્રી દલસુખભાઈ માલવણિયાનું તા. ૨૮મી ફેબ્રુઆરી ૨૦OOના રોજ અમદાવાદમાં ૯૦ વર્ષની વયે અવસાન થતાં જૈન સમાજને અને વિશેષતઃ વિદ્યાશાસ્ત્રના ક્ષેત્રમાં એક સમર્થ સંનિષ્ઠ વ્યક્તિની ખોટ પડી છે.
છેલ્લા કેટલાંક સમયથી દલસુખભાઈની તબિયત અસ્વસ્થ રહેતી હતી. એમનું શરીર શિથિલ થઈ ગયું હતું. ઘરમાં હરવા-ફરવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. એમને કાને સંભળાતું નહોતું. પોતાનો અંતકાળ નજીક આવી રહ્યો છે એવું એમને લાગી આવ્યું હતું. પોતાનો જીવનકાળ પૂરો થતાં શાંતિથી એમણે દેહ છોડ્યો.
કેટલાક વખત પહેલાં એમના એકના એક લાડીલા પુત્ર રમેશભાઈનું હૃદયરોગના ભારે હુમલાને કારણે યુવાન વયે અચાનક અવસાન થયું હતું. પોતાની જ હાજરીમાં પોતાના એકના એક પુત્રને જતો જોઈને દલસુખભાઈને જીવનની ઉત્તરાવસ્થામાં ભારે આઘાત સહન કરવાનો વખત આવ્યો હતો, જે એમણે ધીરજ અને શાંતિથી સહન કર્યો હતો. એ પ્રસંગે હું દલસુખભાઈને મળવા એમને ઘરે ગયો હતો. તેઓ કાને સાંભળતા નહિ, એટલે હું જે કહું તે એમની પૌત્રી એમની પાસે જઈ દાદાના કાનમાં કહે. એ રીતે એમની સાથે વાતચીત થઈ હતી. ત્યારે એમનું શરીર પણ ક્ષીણ થતું જતું હતું. સાંભળવાની શક્તિ ચાલ્યા ગયા પછી વ્યક્તિ પોતાના વાંચન-મનન-ચિંતનમાં જ વધુ મગ્ન બની જાય, કુટુંબમાં પણ ખપ પૂરતો વ્યવહાર રહે એવું એમની બાબતમાં પણ બન્યું હતું. આમ પણ તેઓ ઓછાબોલા હતા, એટલે કે વાતચીતમાં જ્યાં સુધી બીજી વ્યક્તિઓ બોલતી રહેતી હોય ત્યાં સુધી તેઓ સાંભળવાનો ભાવ જ રાખતા. આપણે તેમની પાસેથી સાંભળવાનો ભાવ રાખીને કંઈક પૂછીએ તો તેઓ બોલતા. તેઓ હમેશાં પ્રસન્ન અને શાંત રહેતા. આવેગ કે ઉગ્રતા એમના વ્યવહારમાં ક્યારેય જોવા મળતાં નહિ.
દલસુખભાઈને પહેલી વાર મળવાનું મારે ૧૯૫૭ના અરસામાં થયેલું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org