________________
૨૬૪
વંદનીય હૃદયસ્પર્શ આ રીતે પનાભાઈએ જૈન દર્શનના સિદ્ધાન્તો વિશે જીવનભર જે મનનચિંતન કર્યું અને જેસ્વાધ્યાય કરાવ્યો એલેખિત સ્વરૂપે પ્રાપ્ત થયો એ એમને માટે તથા તત્ત્વજિજ્ઞાસા ધરાવનાર સૌ કોઈ માટે આનંદનો વિષય રહ્યો છે.
પનાભાઈનો અન્ય દર્શનોનો અભ્યાસ પણ સારો હતો. એટલું જ નહિ, અન્ય દર્શનના સિદ્ધાન્તોને જૈનદર્શનની દષ્ટિએ ઘટાવવાની એમનામાં આગવી મૌલિક સૂઝ હતી. હિંદુ સાધુ-સંન્યાસીઓ સાથે પણ તેમને ગાઢ સંબંધ હતો. એમનામાં મિથ્યા મતાગ્રહ નહોતો. એથી જ સ્વામી મધુસૂદનજી, સ્વામી માધવતીર્થ, સ્વામી શરણાનંદજી વગેરેના ગાઢ સંપર્કમાં તેઓ રહેતા હતા.
જ્યારે તેઓ તેમને મળે ત્યારે તેઓ પનાભાઈને બહુ આદર-બહુમાનપૂર્વક બોલાવતા.
પનાભાઈ એક વખત સ્વામી માધવતીર્થને મળેલા ત્યારે એમણે સ્વામીજીને કહેલું કે, “તમે તમારા પુસ્તકમાં જૈન દર્શનના સાપેક્ષવાદને અને આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ (Theory of Relativity)ને એક ગણ્યા છે. પરંતુ બંને વચ્ચે મહત્ત્વનો ફરક છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં અપૂર્ણતાની અપૂર્ણતા સાથેની સાપેક્ષની વાત છે, પરંતુ જૈનદર્શન પૂર્ણને કેન્દ્રમાં રાખી અપૂર્ણતા સાથેની સાપેક્ષતા સમજાવે છે. સ્વામીજીને પનાભાઈની એ વાતમાં ઘણો રસ પડ્યો હતો અને પોતાની વિચારણામાં રહેલી ક્ષતિ સ્વીકારી હતી.
પનાભાઈની બે બહેનોએ દીક્ષા લીધી હતી. પરંતુ પનાભાઈ દીક્ષા નહોતા લઈ શક્યા. અંગત પરિમિતતાને કારણે દીક્ષા લેવાના એટલા તીવ્ર ભાવ પણ નહોતા. બીજી બાજુ પોતાના વ્યવહારુ ગૃહસ્થજીવનની મર્યાદાઓ માટે તથા ક્યારેક આગ્રહી બની જતા પોતાના સ્વભાવ માટે તેઓ સભાન હતા. ખાસ તો નાની ઉંમરમાં પડેલી પાન ખાવાની ટેવ છૂટતી નહોતી. અલબત્ત, પર્વતિથિએ કે રાત્રે તેઓ પાન ખાતા નહિ. પાન, કાથો, ચૂનો ને સોપારી તેઓ સાથે રાખતા. હાથે પાન બનાવતા. એમના કેટલાક ચાહકોને પનાભાઈના હાથે બનેલું પાન ખાવાનું ગમતું. હું પણ મળવા ગયો હોઉં અને મને પાન ખાવાનું કહે તો હાથે ન બનાવતાં હું કહેતો કે, “તમે બનાવી આપો તો ખાઉં. પાન ખાવાની મને ટેવ નથી, તેમ એની બાધા પણ હમણાં નથી. પણ, તમારા હાથનું પાન ખાવામાં જુદો જ આનંદ છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org