________________
પંડિત દલસુખભાઈ માલવણિયા
૨૬૭ જ્યારે પંડિત સુખલાલનું ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે મુંબઈ યુનિવર્સિટીના કૉન્વોકેશન હૉલમાં અભિવાદન થયું હતું. આ અભિવાદનના કાર્યક્રમમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સક્રિયપણે જોડાયેલો હતો. તે સમયે પંડિત સુખલાલજી અને પરમાનંદભાઈ સાથે દલસુખભાઈ, રતિલાલ દેસાઈ વગેરે મહાનુભાવો અમારા ઘરે ભોજન માટે પધાર્યા હતા. ત્યારે દલસુખભાઈનો પહેલો પરિચય થયો હતો. ત્યારે ખાદીની કફની, ધોતિયું અને માથે સફેદ ટોપી એ એમનો પોશાક હતો. (પછીથી એમણે ધોતિયાને બદલે પાયજામો ચાલુ કર્યો હતો ને ટોપી છોડી દીધી હતી.) આ પરિચય વખતે હું મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષય ભણાવતો હતો. દલસુખભાઈ ત્યારે બનારસ યુનિવર્સિટીમાં જૈનદર્શન ભણાવતા. બનારસ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનો વિભાગ નહોતો, પરંતુ જે વિદ્યાર્થીઓને પોતાની મેળે અભ્યાસ કરવો હોય તેમને માટે અભ્યાસક્રમ રહેતો અને તેઓ તે વિષયની પરીક્ષા આપી શકતા. એક દિવસ અચાનક મને કૉલેજના સરનામે બનારસ યુનિવર્સિટી તરફથી પત્ર મળ્યો. ગુજરાતી વિષયના પરીક્ષક તરીકે કામ કરવા માટે નિમંત્રણ હતું. દલસુખભાઈની ભલામણથી જ નિમણૂક થઈ હતી. મેં તે સહર્ષ સ્વીકારી લીધી. ત્યાર પછી વર્ષો સુધી એ નિમંત્રણ મને મળતું રહ્યું હતું.
પ્રબુદ્ધ જીવન સાથે દલસુખભાઈનો સંબંધ જયારે એ “પ્રબુદ્ધ જૈન' હતું ત્યારથી એટલે કે ઠેઠ ૧૯૪રથી શરૂ થયો હતો. ૧૯૭૩ સુધી તેઓ અવારનવાર “પ્રબુદ્ધ જીવન માટે લેખ, ગ્રંથાવલોકન, અહેવાલ, સમકાલીન નોંધ વગેરે લખતા રહ્યા હતા. લગભગ પાંસઠ-સિત્તેરની ઉંમર પછી એમની લેખનપ્રવૃત્તિ મંદ પડી હતી. કેનેડાના પોતાના અનુભવોની લેખમાળા “નવી દુનિયાના નામથી ૧૯૬૮-૬૯માં એમણે “પ્રબુદ્ધ જીવન માટે લખી હતી.
સ્વ. દલસુખભાઈનું જીવન એટલે ભારે પુરુષાર્થનું જીવન. વીસમી સદીના ઘણા નામાંકિત મહાપુરુષોને ગરીબી ને બેકારીના વિપરીત સંજોગોની સામે સબળ સંઘર્ષ કરવો પડ્યો હતો. ત્યારે દેશકાળની પરિસ્થિતિ જ એવી હતી. દલસુખભાઈને પણ બાળપણ અને યૌવનમાં ઘણું વેઠવું પડ્યું હતું.
સ્વ. દલસુખભાઈનો જન્મ ૨૧મી જુલાઈ ૧૯૧૦ના રોજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલામાં – ભગતના ગામમાં થયો હતો. એમના પિતાનું નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ પાર્વતીબહેન. તેઓ જ્ઞાતિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org