________________
૨૫૬
વંદનીય હૃદયસ્પર્શ શ્લોકનું લખાણ પ્રથમ ભાગ તરીકે પ્રકાશિત કરવાનું મેં નક્કી કર્યું કે જેથી એટલા શ્લોક પર બાપુજીની નજર ફરી જાય. એ પ્રમાણે થયું અને એમની હયાતીમાં જ પ્રથમ ભાગ પ્રકાશિત થયો અને એને એમણે આશ્રમમાં સ્વાધ્યાય-વાંચનમાં દાખલ પણ કરી દીધો. મારે માટે આ પરમ સંતોષ અને આનંદની વાત હતી.
ભગતના ગામ તરીકે ઓળખાતા એવા સાયલાના અપકીર્તિત નામને લૌકિક દૃષ્ટિએ પુન:પ્રતિષ્ઠા અપાવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી જાણીતું કરવામાં અને કેટલાયે રૂડા જીવોને મોક્ષમાર્ગની સાધના તરફ વાળવામાં, જીવનની ઉત્તરાવસ્થામાં ભારે પુરુષાર્થ કરીને બાપુજીએ પોતાના દીર્ધાયુષ્યને સાર્થક કર્યું છે અને શોભાવ્યું છે.
પૂજ્ય બાપુજીનો દેહવિલય થયો, પરંતુ સૂક્ષ્મ સ્વરૂપે તેઓ અનેકના હૃદયમાં બિરાજમાન છે. એમના પુણ્યાત્માને નતમસ્તકે વંદન કરીએ છીએ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org