________________
૨૩૬
વંદનીય હૃદયસ્પર્શ અગ્રસ્થાને હતું. તે વખતે ગોંડળની શાળામાં ત્રણ શિક્ષકો પાસે ભાનુશંકરને અધ્યયન કરવા મળ્યું હતું, જેઓ પછીથી ખ્યાતનામ સાહિત્યકારો થયા હતા. એ ત્રણ એ સમર્થ વાર્તાકાર-નવલકથાકાર ગૌરીશંકર જોશી-ધૂમકેતુ, ‘કુમાર'ના તંત્રી બચુભાઈ રાવત અને કવિ દેશળજી પરમાર. (સમર્થ પત્રકાર, જન્મભૂમિ'ના ભૂતપૂર્વ મંત્રી રવિશંકર મહેતા પણ આ ત્રણેના સમવયસ્ક હતા અને ગોંડળમાં એમની સાથે જ વિદ્યાભ્યાસ કર્યો હતો.)
ભાનુશંકરે મેટ્રિક પાસ થયા પછી કૉલેજની વિજ્ઞાન શાખાની કેળવણી અમદાવાદમાં લીધી. તેઓ ત્યાર પછી તબીબી કૉલેજમાં દાખલ થયા. એ જમાનામાં એલ.સી.પી.એસ. અને એમ.બી.બી.એસ. એમ બે ડિગ્રી અપાતી. એમાં એમ.બી.બી.એસ. વધારે ચડિયાતી ડિગ્રી ગણાતી. ભાનુશંકર ૧૯૩૦માં એલ.સી.પી.એસ. થયા. તે વખતે કરાંચીથી હુબલી (કર્ણાટક) સુધીનો પ્રદેશ મુંબઈ ઇલાકા તરીકે ગણાતો. આખા ઈલાકામાં તેઓ એલ.સી.પી.એસ. પરીક્ષામાં પ્રથમ નંબરે આવ્યા હતાં. દાક્તર થયા પછી તેઓ સરકારી ખાતામાં દક્તર તરીકે જોડાયા.
યુવાનવયે ભાનુશંકરનાં લગ્ન જયાબહેન સાથે થયાં. તેમને એક દીકરી થઈ. તેનું નામ ઉષા રાખવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લામાં અને પછી ડાંગ જિલ્લામાં ડૉ. ભાનુશંકરે સરકારી દાક્તર તરીકે ચાર વર્ષ કાર્ય કર્યું અને ત્યાર પછી તેઓ મુંબઈની સરકારી હૉસ્પિટલમાં જોડાયા. તેમણે કેટલોક વખત ગોધરા અને પાટણમાં પણ કામ કર્યું, દાક્તરી સેવા સાથે તેમણે એમ.બી.બી.એસ. થવા માટેનો પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને ૧૯૪૦માં તેઓ એમ.બી.બી.એસ. થયા હતા. એ સાથે તેમણે આંખના દાક્તર તરીકે પણ અભ્યાસ કરીને તાલીમ લઈ લીધી હતી.
ભાનુશંકર જ્યારે અમદાવાદની કૉલેજમાં વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે યુવાન હતા. એ દિવસોમાં તેઓ દર રવિવારે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીજીને સાંભળવા જતા. જયારે એમણે સાંભળ્યું કે મહાત્મા ગાંધીજી સાબરમતી આશ્રમમાંથી પગપાળા દાંડીયાત્રા માટે નીકળવાના છે અને ત્યાં જઈ મીઠા માટે સત્યાગ્રહ કરવાના છે ત્યારે એ યાત્રાનું પ્રયાણ નજરે નિહાળવા માટે તેઓ પણ સાબરમતી આશ્રમ પાસે ગયા હતા. ત્યારે એ જોવા ત્યાં હજારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org