________________
- લાડકચંદભાઈ વોરા
૨૪૭ મિત્ર લંડનનિવાસી શ્રી અભયભાઈ મહેતા પણ ત્યાં જ હતા. બાપુજી સાથે અમારે ત્યારે અંગત સરસ પરિચય થયો હતો.
એક દિવસ દાંતના ડૉક્ટર ડૉ. જીતુભાઈ નાગડા બહેન મીનળને લઈને મારે ઘેર આવ્યા. ડૉક્ટરે પરિચય કરાવ્યો. મીનળે વાત કરી. કામ હતું બાપુજીએ કરાવેલ સ્વાધ્યાયની કૅસેટ ઉપરથી પોતે ડાયરીઓમાં જે ઉતારો કર્યો છે તેને છપાવવા માટે સુધારી આપવાનું spoken Word અને Written Word વચ્ચે ઘણો ફરક હોય છે. પુનરુચ્ચારણો કાઢી નાખી, વાક્યરચના સરખી કરી, જોડણી સુધારી વ્યવસ્થિત લખાણ કરવામાં ઠીક ઠીક સમય લાગે એવું હતું. સામાન્ય રીતે આવાં કામ કરવાનું મને ગમે નહિ કે ફાવે નહિ, તો પણ ડૉક્ટર અને મીનળના પ્રેમભર્યા આગ્રહને વશ થઈ તે કાર્ય મેં સ્વીકાર્યું, પરંતુ મુંબઈના વ્યસ્ત જીવનમાં દોઢ વર્ષ સુધી એ કાર્ય થઈ શક્યું નહિ. કેટલાંક શંકાસ્થાનો વિશે બાપુજીને પુછાવવાનું પણ થતું. પરંતુ એક દિવસ બહેન મીનળે સૂચન કર્યું કે જો હું સાયલા આશ્રમમાં જઈને રહું તો જે કંઈ પૂછવું હોય તે બાપુજીને તરત પૂછી શકાય અને કામ આગળ ચાલે. બહેન મીનળનું એ સૂચન ગમ્યું. મારી પત્ની અને હું સાયલા ગયાં. આ ઉપાય સફળ નીવડ્યો. ટેલિફોન નહિ, ટપાલ નહિ, છાપું નહિ, મુલાકાતીઓ નહિ, વ્યાવહારિક અવરજવર નહિ, એટલે કામ ઝડપથી થયું. પછી તો જ્યારે જ્યારે સાયલા જવાનું નક્કી કરીએ એટલે બહેન મીનળ ચીવટપૂર્વક બધી વ્યવસ્થા ગોઠવી આપે. પરિણામે ડાયરીઓનું “શિક્ષામૃત” સ્વરૂપે પ્રકાશન થયું.
સાયલામાં તે વખતે એક દિવસ બાપુજીના કહેવાથી કોઈ પણ એક વિષય પર મેં વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું. મારા વિષય તરીકે મેં લોગસ્સના કાયોત્સર્ગ ધ્યાનનો વિષય પસંદ કર્યો. મારા વક્તવ્યમાં મૂલાધારથી સહસ્ત્રાર ચક્ર સુધી લોગસ્સની સાત ગાથાઓનું અને ચોવીસ તીર્થકરોનું ધ્યાન કેવી રીતે ધરવું અને કુંડલિનીની સાધનાની પ્રક્રિયા લોગસ્સસૂત્રના ધ્યાન દ્વારા કેવી રીતે કરી શકાય તે હરિભદ્રસૂરિએ બતાવ્યા પ્રમાણે મેં સમજાવ્યું. મારા વક્તવ્યને અંતે ઉપસંહાર કરતાં બાપુજીએ કહ્યું, “રમણભાઈએ કુંડલિનીની સાધનાની વાત કરી છે. પરંતુ અહીં આશ્રમમાં આપણી સાધના-પદ્ધતિ જુદી છે અને તે વધુ સરળ છે.'
ત્યાર પછી બાપુજીએ મને શાંતિ સુધારસની પ્રક્રિયાની વાત કરી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org