________________
૨૫૨
વંદનીય હૃદયસ્પર્શ આશ્રમનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. સમય જતાં એમાં નેત્રયજ્ઞ, અનાજવિતરણ, છાશકેન્દ્ર વગેરે અનુકંપાની પ્રવૃત્તિઓનો પણ ઉમેરો થતો રહ્યો. ઇંગ્લંડ, આફ્રિકા, અમેરિકા વગેરેના મુમુક્ષુઓને આવીને રહેવું ગમે એવું સવિધાવાળું તથા વૃક્ષવનરાજિવાળું જે પ્રસન્ન વાતાવરણ આશ્રમમાં નિર્માયું એમાં બાપુજીની પ્રેરણા અને માર્ગદર્શન રહેલાં છે.
આશ્રમની સ્થાપના વખતે જ એના આયોજન માટે તથા ભાવિ વિકાસવૃદ્ધિ માટે બાપુજીએ વહીવટી અમલદાર તરીકેના પોતાના અનુભવને આધારે તથા આંતરસૂઝથી, વ્યવહારદક્ષતા અને દીર્ધદષ્ટિપૂર્વક કેટલાક નિયમો કરાવ્યા હતા. બાપુજીએ આશ્રમની સ્થાપનાની પ્રેરણા આપી, પરંતુ એનું ટ્રસ્ટીપદ સ્વીકાર્યું નહિ, વ્યવસ્થામંડળમાં જોડાયા નહિ. પોતે આશ્રમમાં સવારે નવથી સાંજે પાંચ - સાડા પાંચ સુધી રહેવાનું સ્વીકાર્યું. આશ્રમને પોતાનું કાયમી નિવાસસ્થાન ન બનાવતાં રાત્રે રહેવાનું (ઉત્સવના પ્રસંગો સિવાય) પોતાના ઘરે જ રાખ્યું. આશ્રમ ઉજ્જડ ન બની જાય એ માટે ટ્રસ્ટીઓને વારાફરતી પંદર દિવસ આશ્રમમાં રહેવાનું ફરજિયાત બનાવ્યું. સાધકોને વિશિષ્ટ સાધના માટે સળંગ બારપંદર દિવસ આશ્રમમાં રહેવાની ભલામણ થવા લાગી. સાધારણ સ્થિતિના સાધકોને પણ આશ્રમમાં વધુ દિવસ રહેવાનું પરવડે એ માટે, સરખું નિભાવફંડ કરાવી, રહેવા-જમવાના ખર્ચ પેટે નજીવી રકમ લેવાનું ઠરાવ્યું અને આશ્રમના નિયમો એટલા બધા કડક ન રાખવામાં આવ્યા કે જેથી સાધક કંટાળીને ભાગી જાય. આશ્રમ જીવંત રહેવો જોઈએ એ એમની મુખ્ય ભાવના હતી. એટલા માટે એમણે પોતાના આધ્યાત્મિક ઉત્તરાધિકારીઓ તરીકે સૌ. ડૉ. સદ્દગુણાબહેન સી. યુ. શાહની તથા શ્રી નલિનભાઈ કોઠારીની નિમણૂક કરી દીધી અને તે પછીના ઉત્તરાધિકારી તરીકે બહેન મીનળ રોહિત શાહ અને ભાઈ વિક્રમ વજુભાઈ શાહની પણ નિમણૂક કરી દીધી હતી કે જેથી સુદીર્ઘ કાળ સુધી વિસંવાદ વિના આશ્રમની પ્રગતિ થતી રહે.
બાપુજીનું મનોબળ ઘણું મોટું હતું. પોતાની શારીરિક અસ્વસ્થતા હોય તો પણ અગાઉ જો નિર્ણય કર્યો હોય તો તેનો અમલ કરવા-કરાવવા માટે તેઓ સ્વસ્થ થઈ જતા. તેમનો પુણ્યોદય એટલો પ્રબળ હતો કે પોતાની ઇચ્છાનુસાર બધી પ્રવૃત્તિઓ ગોઠવાઈ જતી. સોભાગભાઈના દેહવિલયનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org