________________
ડૉ. શિવાનંદ અધ્વર્યુ
૨૪૫ પોતાને સમય નથી' એવી કૃત્રિમ મોટાઈ પણ ક્યારેય બતાવતા નહિ. કોઈની સાથે મળવામાં, વાતો કરવામાં તેઓ કૃત્રિમ સભાન ઉતાવળ દાખવતા નહિ. સૌને સંતોષ થાય એવી સહજ રીતે સમય આપતા. રોજ સાંજે ભોજન પહેલાં વાતો કરવી હોય તે નિઃસંકોચ આવી શકે. બહારગામ પોતે ગયા હોય તો સ્થાનિક કાર્યકર્તાઓ, નેતાઓ, મહાનુભાવોને તેઓ નિરાંતે મળતા, વાર્તાલાપ કે વિચાર વિનિમય કરતા. એમના સાન્નિધ્યમાં વાતાવરણ પ્રેરક અને પ્રોત્સાહક બની રહેતું. એમનું નિઃસ્વાર્થ, સેવાપરાયણ, પ્રભુમય પવિત્ર જીવન એમાં મહત્ત્વનું કાર્ય કરતું.
સ્વામી શિવાનંદ સરસ્વતીએ સેવા અને અધ્યાત્મનો સમન્વય કર્યો છે. દિવ્ય જીવન સંઘમાં સેવા દ્વારા અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે છે પગથિયાં બતાવવામાં આવ્યાં છે : (૧) સેવા (૨) પ્રેમ (૩) દાન (૪) પવિત્રતા (૫) ધ્યાન અને (૬) આત્મસાક્ષાત્કાર. બાપુજીએ સેવા અને અધ્યાત્મના સમન્વયની આ દીક્ષા પોતાના જીવનમાં ચરિતાર્થ કરી હતી.
બાપુજીને દીર્ધાયુષ્ય મળ્યું હતું. લોકજીવનના ભૌતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષમાં તેમનું નિઃસ્વાર્થ, ત્યાગપરાયણ યોગદાન ઘણું મોટું રહ્યું છે. દેશ અને વિશેષતઃ ગુજરાત એમનું હમેશાં એ માટે ઋણી રહેશે.
સંતસ્વરૂપ પૂ. બાપુજીના પુણ્યાત્માને નતમસ્તકે અંજલિ અર્પીએ છીએ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org