________________
૨૩૮
વંદનીય હૃદયસ્પર્શ ઇલાકાના આંખના મુખ્ય સજર્યન તરીકે સ્થાન મળ્યું. અંગ્રેજોના વખતમાં પહેલી જ વાર એક ભારતીય નાગરિકને આ સ્થાન અપાયું. આ માન જેવું તેવું નહોતું. તેઓ એ માટે ત્રણ વર્ષ મુંબઈમાં રહ્યા હતા. એમની સરકારી કારકિર્દીનો આ એક ઉત્તમ કાળ હતો.
ભારતને આઝાદી મળી ત્યારે ડૉ. ભાનુશંકર હજુ સરકારી નોકરીમાં જ હતા. આઝાદી પછી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર સરકારની સ્થાપના થઈ. (ત્યારે મુંબઈનું જુદું રાજ્ય હતું જેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટાં પડ્યાં નહોતાં.) એ વખતે શેઠ વીરચંદ પાનાચંદ શાહ નામના એક અગ્રણી ગાંધીવાદી સામાજિક કાર્યકર્તાની સૌરાષ્ટ્ર સરકારમાં કેળવણી અને આરોગ્ય ખાતાના મંત્રી તરીકે નિયુક્તિ થઈ હતી. શ્રી વીરચંદ પાનાચંદ શાહ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ૪૭ કિલોમીટર દૂર આવેલા જામ સમઢિયાળા નામના નાનકડા ગામના વતની હતા. દેશી રાજ્યના તાબાનું એ ગામ હતું.
ગાંધીજીનાં ગ્રામસેવાનાં કાર્યોમાંથી પ્રેરણા લઈ સ્વ. વીરચંદ પાનાચંદ શાહે પોતાના ગામમાં ગામસુધારણા મંડળીની રચના ૧૯૩૩માં કરી હતી. ત્યારપછી આ મંડળીની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતાં જામ સમઢિયાળામાં સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હૉસ્પિટલની સ્થાપના ૧૯૩૭માં કરવામાં આવી હતી. દેશી રાજયનું એક નાનું ગામડું હોવાથી એની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર ત્યારે મર્યાદિત હતું, પરંતુ એ ગ્રામ વિસ્તારમાં બીજી કોઈ હૉસ્પિટલ ન હોવાથી એની જરૂરિયાત લોકોમાં ઉત્તરોત્તર વધતી જતી હતી.
ડૉ. ભાનુશંકર અધ્વર્યુ ઈ. સ. ૧૯૫૧માં બદ્રીકેદારની યાત્રાએ જતાં હૃષીકેશ ગયા હતા. ત્યાં શિવાનંદ આશ્રમના સ્વામી શિવાનંદ સરસ્વતીના પ્રત્યક્ષ સંપર્કમાં તેઓ આવ્યા. અગાઉ મુંબઈમાં તેમનાં વ્યાખ્યાનો સાંભળી તેઓ પ્રભાવિત થયા હતા. હૃષીકેશમાં તેમને આશ્રમ, ગંગામૈયાનો કિનારો અને સ્વામી શિવાનંદજીનું સાન્નિધ્ય વગેરે એટલાં બધાં ગમી ગયાં કે તેઓ ત્યાં વારંવાર જવા લાગ્યા અને પછી તો એવો રંગ લાગ્યો કે, ૧૯૫૬માં એમણે સ્વામીજીની સલાહ અનુસાર સરકારી નોકરી છોડી દીધી અને આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ, સંન્યાસ ધારણ કરી સ્વામીજીના શિષ્ય થઈ ગયા. એમનું નામ “શિવાનંદ' રાખવામાં આવ્યું. પોતાના ગુરુ પૂ. સ્વામી શિવાનંદ સરસ્વતીની આજ્ઞા અનુસાર તેમણે ગૃહસ્થ જીવનમાં જ રહી, આંખના દાક્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org