________________
૨૩૯
ડૉ. શિવાનંદ અધ્વર્યુ તરીકે જ સૌરાષ્ટ્રમાં આવી તબીબી ક્ષેત્રે લોકસેવાનું કાર્ય ચાલુ કર્યું. સાથે સાથે ‘દિવ્ય જીવન સંઘની પ્રવૃત્તિઓ પણ ચાલુ કરી.
શ્રી વીરચંદ પાનાચંદ શાહે લોકસેવાનું જે સંગીન કાર્ય કર્યું હતું એથી પ્રેરાઈને સૌરાષ્ટ્ર સરકારે જામ સમઢિયાળાને નવું નામ આપ્યું “વીરનગર”. ડૉ. અધ્વર્યુ એમના સંપર્કમાં આવ્યા અને વીરનગરની હૉસ્પિટલમાં જોડાઈ ગયા. શેઠ વીરચંદ પાનાચંદ બહુ ઉદાર મહાનુભાવ હતા. ડૉ. અધ્વર્યુ હમેશાં એમની પ્રશંસા કરતા થાકે નહિ.
ડૉ. અધ્વર્યુએ સંન્યાસ સ્વીકાર્યા પછી પોતાની અંગત કમાણી છોડી દીધી હતી. ૧૯૫૬માં તેઓ વીરનગર આવી ગયા અને શિવાનંદ મિશનના નામથી હૉસ્પિટલ ચાલુ થઈ. ઉત્તરોત્તર આ હૉસ્પિટલનો વિકાસ થતો રહ્યો અને ચાર દાયકામાં તો એણે દેશવિદેશમાં ખ્યાતિ મેળવી લીધી. હૉસ્પિટલમાં હવે આશરે અઢીસો જેટલી પથારીની વ્યવસ્થા થઈ ગઈ. આંખના દર્દીઓ ઉપરાંત અન્ય રોગના દર્દીઓને પણ દાખલ કરવાનું ચાલુ થયું અને સૌથી મહત્ત્વનું બીજું એક કાર્ય ચાલુ થયું તે ચરસ-ગાંજો વગેરેના વ્યસનીઓને વ્યસનમુક્ત કરવા માટેના ઉપચારની સુવિધા પણ ત્યાં દાખલ કરવામાં આવી.
સ્વામી શિવાનંદ સરસ્વતી બ્રહ્મલીન થયા ત્યાર પછી હૃષીકેશના શિવાનંદ આશ્રમનું સુકાન પૂ. સ્વામી ચિદાનંદજીએ સ્વીકાર્યું. બાપુજી માટે એમને અપાર લાગણી હતી. બાપુજીને જ્યારે ૮૦ વર્ષ થયાં ત્યારે પૂ. ચિદાનંદજીને બાપુજી અને બાને હૃષીકેશ આશ્રમમાં બોલાવી ખાસ આશીર્વાદ આપ્યાં હતાં અને ત્યારે બાપુજીનું નામ “સ્વામી યાજ્ઞવક્યાનંદજી અને પૂ. બાનું નામ એમણે “મૈત્રેયીદેવી' રાખ્યું હતું. એમાં આપણાં પૌરાણિક નામોની પૂરી સાર્થકતા રહેલી છે. બાપુજીએ ત્યારથી ભગવાં વસ્ત્ર ધારણ કર્યા હતાં.
ડૉ. અધ્વર્યુ “સ્વામી યાજ્ઞવક્યાનંદજી' બન્યા, પરંતુ શિવાનંદ આશ્રમના અંતેવાસી હોવાથી અને સ્વામી શિવાનંદના શિષ્ય હોવાથી તેઓ ડૉ. શિવાનંદ અધ્વર્યુ તરીકે જ વધુ જાણીતા રહ્યા હતા.
વીરનગરની હૉસ્પિટલ દ્વારા તેમણે નેત્રયજ્ઞોનું વિવિધ સ્થળે, વિવિધ સંસ્થાઓને ઉપક્રમે આયોજન ચાલુ કર્યું અને એક મિશનરીની જેમ તેઓ ગરીબ દર્દીઓની સેવામાં લાગી ગયા. ચાર દાયકાથી અધિક સમય સુધી તેઓ આંખનાં ઑપરેશન મફત કરતા રહ્યા અને પોતે એકલા આશરે ત્રણ લાખથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org