________________
ડૉ. શિવાનંદ અધ્વર્યુ
૨૩પ વીરનગરની મુલાકાત માટે એમણે આનંદ વ્યક્ત કર્યો હતો. પણ સાથે એમાં એક વાક્ય લખ્યું હતું કે પોતાનો જીવનદીપ હવે બુઝાઈ જવાની તૈયારીમાં છે. બાપુજીને વીરનગરમાં સ્વસ્થપણે હરતાફરતા જોયા પછી એમનું આ વાક્ય અમને એટલું ગંભીર લાગ્યું નહોતું, પરંતુ તા. ૨૩મીએ સવારે છાપામાં એમના સ્વર્ગવાસના સમાચાર વાંચતાં એમણે કરેલી આગાહીના આ વાક્યની યથાર્થતા સમજાઈ હતી. મહાન સંતોના હૃદયની કેટલીક વાતો ઊગી આવતી હોય છે.
દિવાળી માટે હૃષીકેશ જવા માટે બાપુજી જ્યારે હૉસ્પિટલના પ્રાંગણમાંથી પ્રયાણ કરવાના હતા ત્યારે એમને વિદાય આપવા માટે શિવાનંદ મિશનના-પરિવારના સૌ સભ્યો એકત્ર થયા હતાં. એ વખતે બાપુજીએ કહ્યું, અમે બધાં જઈએ છીએ, પણ પાછા ફરતાં એક સંખ્યા ઓછી પણ હોય.'
આ સાંભળી બાએ ટકોર કરતાં કહ્યું, “આવું કેમ બોલો છો? શું હું પાછી નથી આવવાની?'
હૃદયરોગની બીમારીને કારણે બાને એમ લાગ્યું કે પોતાને માટે બાપુજીએ આવો સંકેત કર્યો છે, પણ બાપુજીએ કહ્યું, “એવું કોણે કહ્યું? કદાચ હું જ પાછો ન આવું. મારો જીવનકાળ હવે પૂરો થવામાં છે. મૃત્યુ તો મંગળ છે.”
બાપુજીના મુખમાંથી સહજ રીતે નીકળેલા ઉગારો કેવા સાચા પડ્યા !
બાપુજીનું સમગ્ર જીવન અત્યંત સક્રિય અને જનસેવાની સુરભિથી મઘમઘતું રહ્યું હતું.
ડૉ. શિવાનંદ અધ્વર્યુનો જન્મ ઈ. સ. ૧૯૦૬ના ડિસેમ્બરની ૧૮મી તારીખે પોતાના મોસાળમાં સૌરાષ્ટ્રમાં ગોંડળ પાસેના અનીડા નામના ગામમાં થયો હતો. એમનું જન્મનામ ભાનુશંકર હતું. બાંદરા ગામના વતની એમના પિતાનું નામ ગૌરીશંકર અધ્વર્યુ હતું અને માતાનું નામ પાર્વતીબહેન હતું. એમના પિતા યજમાનવૃત્તિ છોડીને ગોંડલ રાજ્યના પોલીસખાતામાં પોલીસ ઑફિસર તરીકે નોકરી કરતા હતા.
ભાનુશંકરે ગોંડળની શાળામાં અભ્યાસ કર્યો હતો. એ જમાનામાં સૌરાષ્ટ્રના દેશી રાજ્યોમાં શિક્ષણ-સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રે ગોંડળ રાજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org