________________
૩૦ ડો. શિવાનંદ અધ્વર્યુ
સમગ્ર રાષ્ટ્ર જેમને માટે ગૌરવ અનુભવી શકે એવા, ગુજરાતની એક મહાન વિભૂતિ સમા ડૉ. શિવાનંદ અધ્વર્યુ (પૂ. સ્વામી યાજ્ઞવજ્યાનંદજી) દિવાળી પછી ભાઈબીજના દિવસે તા. ૨૨મી ઑક્ટોબર, ૧૯૯૮ના રોજ સાંજે હૃષીકેશમાં શિવાનંદ આશ્રમમાં ૯૨ વર્ષની વયે દેહ છોડી બ્રહ્મલીન થયા. એમના જવાથી ગુજરાતે પોતાનું એક નરરત્ન ગુમાવ્યું છે.
બીજે દિવસે સવારે ગંગાતટે એમના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. એમના અંતિમ સમયે એમનાં સ્વજનો એમનાં પત્ની જયાબહેન (મૈત્રેયીદેવી), પુત્રી ઉષાબહેન, એમનાં પુત્રીસમ કાર્યમત્રી અનસૂયાબહેન વગેરે પાસે હતાં.
સ્વામીજીનું આ જાણે ઇચ્છામૃત્યું હતું. તેઓ હૃષીકેશમાં પોતાના આશ્રમમાં સ્વામી ચિદાનંદજીના સાન્નિધ્યમાં ગંગાકિનારે દેહ છોડવા ઇચ્છતા હતા અને એ પ્રમાણ જ થયું. જાણે એ માટે જ તેઓ વીરનગરથી હૃષીકેશ પરિવાર સાથે ગયા હતા.
સૌરાષ્ટ્રમાં વીરનગરની શિવાનંદ મિશન હૉસ્પિટલના સૂત્રધાર, નેત્રયજ્ઞો દ્વારા અને હૉસ્પિટલોમાં આંખનાં ત્રણ લાખથી વધુ ઑપરેશન મફત કરનાર, વિવિધ પ્રકારની વિદ્યાકીય પ્રવૃત્તિઓના સંયોજક, કુશળ વહીવટકર્તા, અનેક સંતો, મહંતો, શ્રેષ્ઠીઓ, મંત્રીઓ વગેરે સાથે આત્મીયતાભર્યો સંબંધ ધરાવનાર, મહાન યોગસાધક ડૉ. શિવાનંદ અધ્વર્યુ(સ્વામી યાજ્ઞવક્યાનંદજી)ને છેલ્લાં ઘણાં વર્ષોથી અમારી જેમ સૌ બાપુજી' કહીને બોલાવતા. બાપુજી જેવું વાત્સલ્ય એમના સાન્નિધ્યમાં હમેશાં અનુભવવા મળતું.
છેલ્લાં કેટલાંયે વર્ષથી બાપુજી દર વર્ષે દિવાળી હૃષીકેશના શિવાનંદ આશ્રમમાં જ ઊજવતા. તેઓ કહેતા કે ત્યાં જવાથી સ્થાનિક ધાંધલમાંથી થોડા દિવસ મુક્તિ મળે, ગંગાના પવિત્ર કિનારે પવિત્ર પર્વના દિવસો પસાર થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org