________________
જોહરીમલજી પારેખ
૨૩૧ સરેરાશ પાંચ-છ વખત કૂતરું કરડે છે. એટલે મારે માટે એની કોઈ નવાઈ નથી. મેં ક્યારેય કૂતરાને મારવાનો, ભગાડવાનો પ્રયત્ન કર્યો નથી કે કૂતરા ઉપર મને કોઈ ચીડ નથી.”
કૂતરું કરડે ત્યારે આપ એને માટેનાં ઇજેક્શન લો છો ?'
હું કોઈ દવા લેતો નથી. કૂતરું કરડે ત્યારે પડેલા ઘા ઉપર મરચું ભભરાવી દઉં છું. થોડા દિવસમાં મટી જાય છે.”
દુશ્મનો બીજાના ઘા ઉપર મીઠું ભભરાવે એવી લોકોક્તિ છે. પરંતુ આપ તો પોતાના ઘા ઉપર મરચું ભભરાવો છો. એ કેવી રીતે સહન થાય?”
પીડા ઘણી થાય, પણ એ તો દેહની પીડા છે. આત્માની નથી. એવી પીડાથી ભારે અશુભ કર્મનો જે ક્ષય થાય છે એનો ઊલટાનો આનંદ થાય છે.'
આપ મરચું પાસે રાખો છો?”
ના. એની કંઈ જરૂર નથી. આખા ભારતમાં કોઈ પણ ઘરે ચપટી મરચું મળી રહે. કૂતરું કરડે ત્યારે નજીકના કોઈ ઘરે જઈને મરચું માગી લઉં.'
પૂ. જોહરીમલજીની દેહાતીત દશા કેવી હતી એની આ વાતથી પ્રતીતિ થઈ હતી.
ડિસેમ્બર, ૧૯૯૫માં શંખેશ્વર ખાતે જૈન સાહિત્ય સમારોહનું આયોજન થયું હતું. તેમનો પત્ર આવી ગયો હતો કે પોતે અમદાવાદ આવ્યા છે અને ત્યાંથી શંખેશ્વર આવશે. સંજોગવશાત્ સાહિત્ય સમારોહ મુલતવી રહ્યો. જોહરીમલજી જોધપુર પાછા ગયા. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં શિયાળાની કડકડતી ઠંડીમાં આ રીતે રહેતાં એમને શરીરે ઠંડી ચડી ગઈ. તાવ આવ્યો. ન્યુમોનિયા થયો હતો. ઔષધ લેવાની કે હોસ્પિટલમાં જવાની એમણે ના પાડી. દેહ છોડવાનું થાય તો ભલે થાય. એ માટે પોતે સ્વસ્થ ચિત્તે તૈયાર હતાં. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં એમનાં સ્વજનો મુંબઈથી જોધપુર પહોંચે તે પહેલાં એમણે દેહ મૂકી દીધો.
એમના સ્વર્ગવાસના સમાચાર અમને તો એ રીતે મળ્યા કે “પ્રબુદ્ધ જીવનમાં “જૈનોની આત્મઘાતક માગણી' નામના છપાયેલા એમના લેખ માટે મનીઑર્ડરથી મોકલાવેલી પુરસ્કારની રકમ પાછી આવી. તેમાં એમના પુત્રની નોંધ હતી કે જોહરીમલજીએ દેહ છોડી દીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org