________________
૨૩૦
વંદનીય હૃદયસ્પર્શ જૂના ભાડાની ટિકિટ હોય તો ટિકિટ-ચેકર અધવચ્ચે જ ઉતારી દે. કોઈને ફોન કરવો હોય તો પણ પૈસા ન હોય. પૈસા વગર ઘણી તકલીફ પડતી. એટલે છેવટે પાસે જરૂર પૂરતા થોડા રૂપિયા રાખવાનું ચાલુ કર્યું હતું.
એક વખત જોહરીમલજીને મેં પૂછ્યું કે ક્યાંક રાતને વખતે રસ્તામાં એકલા જવાનું થાય તો કોઈકને વહેમ પડે કે આ માણસ કોણ હશે? તમને એવા અનુભવ થયા છે? * “એવા અનુભવો ઘણી વાર થયા છે, પણ એથી મારા મનમાં કોઈને માટે ચીડ કે અભાવ નથી થતો. એ મારા જીવનનો ક્રમ છે.” પોતાનો જોધપુરનો એક અનુભવ એમણે વર્ણવ્યો હતો. જોધપુરમાં જૈન સમાજમાં તો બધા જ એમને ઓળખે. એક વખત ટ્રેન મોડી પડતાં પોતે રાત્રે એક વાગે જોધપુર પહોંચ્યા. શિયાળાની ઠંડીના દિવસો હતા. એટલે પાસેના એક જૈન મંદિરમાં ગયા. ચોકીદાર એમને ઓળખતો હતો. દરવાજો ખોલી અંદર એક ખૂણામાં સૂવાની સગવડ કરી આપી. હવે ચોકીદારની ડ્યૂટી સવારે પાંચ વાગ્યા સુધી હતી. પાંચ વાગ્યે બીજો ચોકીદાર આવ્યો. તે નવો હતો. જૂના ચોકીદારે એમના વિશે કશી વાત કરેલી નહિ. નવા ચોકીદારે એક ખૂણામાં મને ઊંઘતો જોઈ કોઈ ચોર ભરાયો છે એમ સમજી બૂમાબૂમ કરી મૂકી. મને ઉઠાડીને ધક્કા મારીને બહાર કાઢ્યો. રાતનો વખત હતો એટલે પોતાને મૌન હતું. જોહરીમલજી કશું જ બોલ્યા નહિ. સવાર થઈ ગઈ હતી એટલે જોહરીમલજી પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા. ખબર પડતાં દેરાસરના ટ્રસ્ટીઓ એ ચોકીદારને લઈ એમની માફી માગવા આવ્યા. પરંતુ જોહરીમલજીએ કહ્યું કે એમાં ચોકીદારનો કંઈ જ વાંક નથી. એણે એની ફરજ બજાવી છે, અને પોતાને એથી કશું માઠું લાગ્યું નથી.
એક વખત મેં એમને પૂછેલું કે, “આપણા જૈન સાધુઓના વેશને કારણે ગામમાં દાખલ થતાં કૂતરાં ભસે છે. હાથમાં દાંડો હોય એટલે કરડે નહિ. પણ તમારો વેશ એવો છે કે કૂતરાં જરૂર ભસે.' એમણે કહ્યું, ‘દિવસે તો બહુ વાંધો નથી આવતો. લોકોની અવરજવર સારી હોય ત્યારે પણ તકલીફ નથી પડતી. પરંતુ સાજે કે રાત્રે એકલો ચાલ્યો જતો હોઉં તો કુતરાં ભસે છે. કોઈ વાર કઈ દિશામાંથી કૂતરું દોડતું આવીને કરડી જાય તેની પણ ખબર ન પડે. જ્યારથી એ વેશ ધારણ કર્યો છે ત્યારથી એટલે કે છેલ્લાં વીસેક વર્ષથી વરસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org