________________
વિજય મરચન્ટ
૨૦૭ અમારા સંઘને નિમંત્રણ આપ્યું હતું. અપંગોને તાલીમ આપી સ્વાશ્રયી અને પગભર કરવા માટેની આ એક પ્રતિષ્ઠિત સંસ્થાને રાજ્ય અને કેન્દ્રની સરકાર તરફથી તથા વિદેશી સંસ્થાઓ તરફથી ઘણો સારો આર્થિક સહકાર સાંપડ્યો હતો. સંઘના ઉપક્રમે અપંગોને આર્થિક સહાય આપવાની યોજના કરવામાં આવી હતી અને એ નિમિત્તે પણ વિજયભાઈને મળવાનું ઘણી વાર બન્યું હતું. દુઃખી લોકોનું દુઃખ હળવું કરવા માટે તેઓ કેટલો જબરો પુરુષાર્થ કરી રહ્યા છે તે જોઈ હર્ષ થતો હતો.
| વિજયભાઈની સમાજસેવાનું ક્ષેત્ર અંધ અને અપંગોને પગભર કરવા માત્રમાં સીમિત રહ્યું નહોતું. એવી વ્યક્તિઓની યોગ્યતાનો વિચાર કરીને
ક્યારેક તેઓ એવાં બે પાત્રોનાં લગ્ન પણ ગોઠવી આપતા. કોઈ સ્ત્રીને ધણીનો ત્રાસ હોય કે કોઈ દુઃખી સ્ત્રી-પુરુષને ઘર કે જમીનનો પ્રશ્ન હોય, કોઈને છૂટાછેડા લેવા હોય તો તેવા ગરીબ માણસોને પરગજુ વિજયભાઈ વકીલની મફત સેવા મેળવી આપી કોર્ટના કામકાજમાં પણ સહાય કરતા. આટલું બધું કામ કરનારી વ્યક્તિને માથે પત્ર દ્વારા કે ટેલિફોન દ્વારા કે રૂબરૂ મુલાકાત દ્વારા સમય ફાળવવાનો આવે તો તેને ક્યારેક થાક પણ લાગે, પરંતુ વિજયભાઈ દુ:ખી વ્યક્તિ પોતાની એકની એક વાત વારંવાર કહે તો પણ કંટાળતા નહિ. બલકે સમભાવ અને સહાનુભૂતિથી પૂરો સમય આપી વાત સાંભળતા અને યોગ્ય માર્ગદર્શન કે સલાહ-સૂચન આપતા. આટલું બધું કામ કરતા હોવા છતાં એમનાં વાણી અને વર્તનમાં, એમના ખાનદાન ભાટિયા કુટુંબની સ્વાભાવિક વિનમ્રતા ડગલે ને પગલે દેખાતી.
ક્રિકેટના ખેલાડી તરીકે વિજયભાઈની પ્રતિભા અને પ્રતિષ્ઠા અનોખી હતી. ક્રિકેટમાં પણ તેઓ ખેલદિલ અને સિદ્ધાંતવાદી હતા. એક બાજુ ખેલાડી તરીકે પોતાની પ્રતિષ્ઠાનું હિત હોય અને બીજી બાજુ આખી ટીમનું હિત હોય તો તેઓ ટીમના હિતને ખાતર પોતાની અંગત સિદ્ધિને જતી કરતા. ટીમને ખાતર સદી–સંચરી કરવાની તક મળી હોય તો તે પણ તેઓ જતી કરતા. ક્રિકેટની ટેસ્ટમૅચોમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે વિજયભાઈની ખ્યાતિ ઘણી મોટી હતી. તેઓ દઢ વિશ્વાસપૂર્વક ઘણા રન કરી શકતા. ક્રિકેટના ઇતિહાસમાં રનની સરેરાશની દૃષ્ટિએ બ્રેડમેન પછી વિજયભાઈનું નામ ગણાય છે. ‘લગકટ'ના પ્રકારના ફટકા મારવાની એમની શૈલી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org